હારીજના જલિયાણ પરિવારે 2 યુવાનોનો સારવાર ખર્ચ ઉઠાવી માનવધર્મ નિભાવ્યો.

હારીજના જલિયાણ પરિવારે 2 યુવાનોનો સારવાર ખર્ચ ઉઠાવી માનવધર્મ નિભાવ્યો.
Spread the love

હારીજના જલિયાણ પરિવારે 2 યુવાનોનો સારવાર ખર્ચ ઉઠાવી માનવધર્મ નિભાવ્યો.

જાસ્કા ગામના દેવીપૂજક પરિવારના 7 વર્ષના બાળકનું ગાડીની ટક્કર વાગત હેમરેજ થયું હતું મજૂરી કામ કરતા પરિવારજનો પાસે બાળકની સારવાર ખર્ચના પૈસ્સા ન હોવાથી જીવ જોખમમાં મુકાયો હતો.જેનો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા હારીજ રળિયામણું ગ્રુપમાં સેવાભાવી યુવાને ફોરવર્ડ કરતા વઢિયાર પંથકના ભામાશા જલિયાન ગ્રુપના મિતેશભાઈ ઠક્કરને ધ્યાને  આવતા તાત્કાલિક તેમની ટિમને હોસ્પિટલમાં મોકલી સારવારનો તમામ ખર્ચ ઉઠાવી માનવધર્મ નિભાવ્યો હતો. બાળકના માતાપિતા સહયોગ આપનાર જલિયાન પરિવારના ત્યાં પહોંચી આભાર વ્યક્ત કર્યો હતો.

હારીજ તાલુકાના જાસ્કા ગામના દેવીપૂજક પરિવારનો બાળક રોડ પસાર કરતા એક વેગેનાર કારનો ચાલક ટક્કર મારી જતો રહ્યો હતો. બાળક બેભાન હાલતમાં હોઈ હારીજ પાટણ અને મહેસાણા સુધી સારવાર કરતા મોતના મુખમાંથી બચતા આર્થિક મદદ કરનાર દાતાના યોગદાનથી બાળક અને તેના માતા પિતા ઘેર પરત ફરતા સૌ પ્રથમ આર્થિક સહાય કરનાર દાતાની ઓફિસે જઈ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.જાસ્કા ગામે રોડ પર રહેઠાણ ધરાવતા ગણપતભાઈ દેવીપૂજક નો ૭ વર્ષીય રાજ ગણપતભાઈ દેવીપૂજક ૭ માર્ચ શુક્રવારના રોજ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરવા ગયો હતો અને તેના માતા પિતા ખેત મજૂરી કરતા હોઇ મજૂરી કામે ગયેલા હતા સાજના સુમારે રાજ સ્કૂલેથી ઘેર આવતા રોડ ક્રોસ કરતા એક તરફથી આવી રહેલી વેગેનાર કારના ચાલકે અડફેટે લઈ સાઇડમાં ટક્કર મારી કાર ચાલક ભાગી ગયો હતો ત્યારે આજુબાજુ લોકો ધ્યાન જતા દોડી આવ્યા હતા એના માતા પિતાને મોબાઈલથી જાણ કરતા દોડી આવ્યા હતા પ્રાઇવેટ વાહનમાં હારીજ ખાનગી દવાખાને લઈ ગયા પણ બેભાન હાલતમાં હોઈ ત્યાંથી પાટણ લઈ જવા જણાવતા પરિવાર પાટણ પહોંચ્યા ત્યાં પણ પ્રાથમિક સારવાર કરી અમદાવાદ લઈ જવાનું કહ્યું પણ મહેસાણા ખાતે લાયન્સમાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકને લઇ ગયા હતા જ્યા રોજનું ૧૫ થી ૨૦ હજારનું ખર્ચ હોઈ હારીજ નગરના સોશિયલ મીડિયા ગ્રૂપમાં સેવાભાવી યુવાન દ્વારા મેસેજ ફોરવર્ડ થતા જલીયાણ ગ્રુપ ના મિતેશભાઈ ઠકકર અને શૈલેષભાઇ ઠકકર દવારા તેમના પરિવારનો સંપર્ક કરી તાત્કાલિક ટિમ મોકલી. રૂ.એક લાખની સહાય આપવા જણાવ્યું અને નાના કુમળા બાળકને મોતના મુખ માંથી બચાવતા ભગવાન માતાજીનો આભાર વ્યક્ત કરી પંદર દિવસ દવાખાનામાં સારવાર દરમ્યાન બાળક સાજો થઈ જતા દેવીપૂજક પરિવાર જલીયાણ ગ્રુપ નું ઓફિસે જઈ મિતેશભાઈ અને શૈલેષભાઇ નિલેશભાઈ નો આભાર વ્યક્ત કર્યો અને બાળકને જીવતદાન મળતા હર્ષ ના આસુંડા વહી ગયા હતા અને મિતેશભાઈએ બાળકને પોતાની ગોદમાં લઈ વ્હાલ કરી પરિવારને વિદાય આપી હતી..અગાઉ પણ ગ્રૂપ માધ્યમ દ્વારા બે યુવાનો જેઓને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખર્ચની જરૂરિયાત જણાતા જલિયાન પરિવારના ભામાશા મિતેશભાઈ ઠકકર દ્વારા પરિવારનો સંપર્ક કરી હોસ્પિટલમાં તેમની ટિમ મોકલી સારવારની તમામ ખર્ચ ઉઠાવી યુવાનોને મદદ કરી એક માનવધર્મ નિભાવ્યો હતો.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!