બ્રહ્માકુમારી પરિવાર ડાકોર દ્વારા વિશેષ શિવ ધ્વજારોહાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ડાકોર ધ્વારા તારીખ ૨૫ માચઁ ૨૫ ને મંગળવાર ના રોજ બ્રહ્માકુમારી પરિવાર ડાકોર દ્વારા વિશેષ શિવ ધ્વજારોહાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો .
અતિથિ વિશેષ તરીકે ડાકોર નગરપાલિકા પ્રમુખશ્રી વિપુલભાઈ શાહનું સન્માન કરવામાં આવ્યું .બ્રહ્માકુમારી સંસ્થાના બ્રહ્માકુમારી નીતાબેન તથા બ્રહ્માકુમારી અર્પિતાબેને પ્રમુખશ્રીને વિશેષ શુભેચ્છાઓ પાઠવી તેમનું બહુમાન કર્યું તેમજ માજી પ્રમુખ રવિન્દ્રભાઈ તથા દિલીપભાઈ એગ્રોવાળા તથા નગરપાલિકા ના સભ્યશ્રીઓ અગ્રણીઓ એ હાજરી આપી હતી તેઓના વરદ હસ્તે ધજારોહન વિધિ સંપન્ન કરવામાં આવી .
બ્રહ્માકુમારી નીતાબેને પરમાત્મા નો સંદેશ આપતા જણાવ્યું કે આ ધ્વજ સર્વના કલ્યાણ અને સર્વ ડાકોર નગરજનો ના રક્ષણનું પ્રતીક છે જે સર્વ નગરજનોની સદાય રક્ષા કરશે પરમાત્મા અવતરણ દ્વારા સર્વ માનવ આત્માના કલ્યાણ અર્થે કાર્ય કરતી આ સંસ્થામાં સર્વના તન અને મનની સ્વચ્છતા માટે રાજયોગ મેડીટેશન નું મહત્વ જણાવી સર્વને યોગી જીવન બનાવવા માટેની પ્રેરણાઓ આપી તેમજ સર્વેના કલ્યાણની શુભ ભાવના વ્યક્ત કરી હતી .
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી પરિવારના સૌ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા નગરના મહાનુભાવો , આગેવાનો એ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300