ડાકોર : અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો

ભવન્સ કોલેજ,ડાકોરમાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો.
ભારતીય વિદ્યાભવન,ડાકોર કેન્દ્ર ધ્વારા સંચાલિત ભારતીય વિદ્યાભવન ભવન્સ શ્રી ઈશ્વરલાલ.એલ.પી આર્ટ્સ-સાયન્સ અને જે.શાહ કોમર્સ કોલેજમાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ઈનામ-વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા ડાકોર નગરપાલિકાનાં ઉપપ્રમુખ તેજેન્દ્રસિંહ હાડાએ હાજર રહી વિદ્યાર્થીઑને ભાવિ કારકિર્દી માટેની શુભેચ્છા આપી હતી.કોલેજનાં કા.આચાર્યશ્રી ડૉ.ટી.આર.ત્રિવેદીએ મહેમાનોનો પરિચય કરાવી,તેમનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ભૂષણભાઈ ભટ્ટ (વાઈસ ચેરમેન,ભારતીયવિદ્યાભવન,ડાકોરકેન્દ્ર) શ્રીમતી નીકિતાબેન ગાંધી (સેક્રેટરી, ભારતીયવિદ્યાભવન,ડાકોર કેન્દ્ર),કમલેશભાઈ શાહ (સભ્ય , ભારતીય વિદ્યાભવન,ડાકોર કેન્દ્ર) હાજર રહી ,અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઑને સામાજિક,રાજકીય,અને શૈક્ષણિકક્ષેત્રે પ્રગતિ માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમની શરૂઆત કોલેજનાં ઉપાસના ગ્રુપની વિદ્યાર્થીનીઑએ ભવન્સ ગીતથી કરી હતી. સ્નાતક કક્ષાનો વાર્ષિક અહેવાલ S.R.C કન્વીનર ડો.જે.એમ.શાહ તથા અનુસ્નાતક કક્ષાનો વાર્ષિક અહેવાલ P.G ઈન્ચાર્જ ડો.વી.એચ.પટેલે રજૂ કર્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ U.G અને P.Gની પરીક્ષાઑમાં પ્રથમ ત્રણ નંબર ધરાવતા વિધાર્થીઓ તથા સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સ્પોર્ટસ સ્પર્ધાઑમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઑને મહેમાનોનાં હાથે શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ.શીતલબેન માછીએ કર્યું હતું. તથા આભારવિધિ આર્ટ્સ વિભાગના કૉ-ઓર્ડીનેટર ડો.એ.કે.ચૌધરી એ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઑ હાજર રહ્યા હતા.આ પ્રસંગે સંચાલક મંડળનાં તમામ સભ્યોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300