જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન બિયારણના વેચાણ માટે ઓનલાઈન નોંધણી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન બિયારણના વેચાણ માટે ઓનલાઈન નોંધણી
Spread the love

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી માટેની અરજી તા.૨૭ માર્ચથી કરવાની રહેશે

 

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ- ૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG- 22 (ટ્રુથફૂલ) GJG- 32 (સર્ટીફાઈડ/ ટ્રુથફૂલ) તથા સોયાબીનની GS- 4 (ટ્રુથફૂલ) ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી સ્વીકારવામાં આવી રહી છે. તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર જઈને આગામી તારીખ ૨૭-૦૩-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૪-૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈપણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવાની રહેશે. એટલે કે જે ખેડૂત મિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ તેઓને મળવાપાત્ર થશે. ખેડૂત મિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/ વિતરણ અંગેની એસ.એમ.એસ. થી જાણ કરવામાં આવશે.

બિયારણ સીડ હબ ગોડાઉન યુનિવર્સીટી ગેટ નંબર- 3, બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહા વિદ્યાલય, જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણનો તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ એટલે કે 3૦૦ કિ.ગ્રા. ડોડવા મળવાપાત્ર થશે.

જયારે સોયાબીનમાં અરજી દીઠ ૫ બેગ એટલે કે ૧૨૫ કિ.ગ્રા મળવાપાત્ર થશે. ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એટલે કે ડુ નોટ ડિસ્ટર્બ મોડ એક્ટીવેટ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS/ એસ.એમ.એસ. મળતો નથી. તો જે ખેડૂત મિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દુર કરવી. ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ તેઓને SMS મળતો નથી. તો તેના માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂત મિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે.

તેમાં પોતાનું નામ હોઈ અને મેસેજ મળેલ ન હોય તો તેવા ખેડૂતોએ લીસ્ટમાં જણાવેલ તારીખના દિવસે સમયસર બિયારણ લેવા આવી જવાનું રહેશે. આમ બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂત મિત્રોની મંજુર થયેલ યાદીનું લીસ્ટ જોવા માટે યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in દરરોજ ચેક કરવાની રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના ફોન નંબર ૦૨૮૫- ૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો. તેમ પ્રાઘ્‍યાપકશ્રી અને વડાશ્રી, બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!