માળિયા તાલુકાની ૫૯ ગ્રામ પંચાયતને ટી.બી મુક્ત જાહેર કરી પ્રમાણપત્રો અપાયા

માળિયા તાલુકાની ૫૯ ગ્રામ પંચાયતને ટી.બી મુક્ત જાહેર કરી પ્રમાણપત્રો અપાયા
જૂનાગઢ : વિશ્વ ટી.બી દિવસ ૨૪ માર્ચ ની ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં માળિયા તાલુકાના કુલ ૫૯ ગામો ને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરપંચશ્રી અને તલાટી મંત્રીશ્રીને ટી.બી મુક્ત ગ્રામ પંચાયત પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ ગામોમાં શાળાઓ તેમજ જાહેર જગ્યાઓ પર પ્રચાર પસાર કરવામાં આવ્યા હતા. આ કામગીરી માળિયાના ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભી તમામ મેડિકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મીઓ તેમજ આશા બહેનોના ના અથાગ પ્રયત્નો થી માળિયા તાલુકાના ૫૯ ગામોને ટી.બી મુક્ત કરવામાં સફળતા મળી હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300