મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી

મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી
Spread the love

મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી

જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જેમાથી મેંદરડા તાલુકા ની 29 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર

ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થયેલી તેમાંથી મેંદરડા તાલુકા ની 29 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત જાહેર કરવામાં આવેલી જેમાં સરેરાશ એક લાખની વસ્તીએ 3,500 ગળફાની તપાસ કરવામાં આવેલ

24 માર્ચ એટલે વિશ્વ ટીવી દિવસ ભૂતકાળ ની અંદર ટીબી રોગ ને રાજ રોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમોના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યું છે તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નું નિદાન અને સારવાર વિના મૂલ્ય ઉપલબ્ધ છે ટીબી એ મહા રોગ નથી પણ મટી શકે તેવો રોગ છે

ટીબી રોગ ના મુખ્ય લક્ષણો

1:- બે અઠવાડિયા કે વધારે સમયથી કફ આવવો
2:- બે અઠવાડિયા કે વધારે સમયથી તાવ આવવો
3:- વજનમાં નોંધપાત્ર ઘટાડો થવો રાત્રે પરસેવો વળવો

સારવાર માટેના ઉપાયો દરેક બાળકને જન્મ સમયે બીસીજી ની રસી મુકાવવી જોઈએ ટીબીના લક્ષણો ધરાવતા શંકાસ્પદ ચિન્હો જણાય તો સરકારી હોસ્પિટલમાં બે ગળફાની તપાસ અને એક્સરે તપાસ કરાવવા જોઈએ આ તમામ પ્રકારનું નિદાન સારવાર દવા સંપૂર્ણ ફ્રીમાં કરવામાં આવે છે તેમજ ટીબીની છ માસ કે તેથી વધારે સમયની સારવાર પૂરી કરવી અત્યંત જરૂરી છે

આવી તમામ માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શની દ્વારા આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ દ્વારા સુંદર ટીબી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું આ તકે ડોક્ટર પઠાણ એ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ,મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી ખાવડુ ગ્રામ પંચાયત મેંદરડાના સદસ્યશ્રીઓ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં મેંદરડા તાલુકા ની 29 ગ્રામ પંચાયત માની એક ગ્રામ પંચાયત એટલે ટીબી મુક્ત મેંદરડા ગ્રામ પંચાયત નું સર્ટિફિકેટ પ્રમાણપત્ર જિલ્લા પંચાયતના પ્રમુખ,જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુ ને આપવામાં આવેલ હતું

તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ દ્વારા છેલ્લા બાર વર્ષથી ટીવીના દર્દીઓને દત્તક લઈ દર્દીઓને સારો ખોરાક મળી રહે રોગપ્રતિકારક શક્તિ વધે એવી ન્યુટ્રીશન કીટ આપવા માં આવેલ શ્રી નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટ મેંદરડાના પ્રમુખ અને તાલુકા ના ટીબી સુપરવાઇઝર દીપક બલદાણીયા ની સેવાકીય પ્રવૃત્તિને પણ બિરદાવેલ તેમના દ્વારા ટીબીના દર્દીઓને છ માસ સુધી ન્યુટ્રિશન કીટ પૂરી પાડવામાં આવે છે

બાર વર્ષની અંદર અંદાજે 700 થી 800 દર્દીઓને ન્યુટ્રીશન કીટ પૂરી પાડવામાં આવે છે આ કાર્યક્રમની અંદર પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે બે દર્દીઓને પ્રતિક રૂપે ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકાના તમામ કોમ્યુનિટી ઓફિસર શ્રીઓ એ જહેમત ઉઠાવી હતી

મારુ ગામ ટીબી મુક્ત ગામ ની નેમ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!