જૂનાગઢમાં યુથ એસેમ્બલી કાર્યક્રમ યોજાશે

જૂનાગઢમાં યુથ એસેમ્બલી કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ : રાજય સરકારના માર્ગદર્શન અનુસાર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ દ્વારા સંચાલિત વર્ષ ૨૦૨૪-૨૫ માં લોકશાહી શાસન વ્યવસ્થાના ગુજરાતના યુવાધનમાં ગુણો વિકસે, યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય, ચૂંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે, જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબૂત થાય તે માટે ”યુથ એસેમ્બલી કાર્યક્રમ” યોજાશે.
જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ યુવક- યુવતીઓ ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકોએ ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ, વિકસીત ભારત @ ૨૦૪૭, વન નેશન, વન ઈલેકશન- વિકસિત ભારત માટે માર્ગ મોકળો આ તમામ વિષયોમાંથી કોઈપણ એક વિષયમાં વધુમાં વધુ પાંચ મિનિટનું વક્તવ્ય આપવાનું રહેશે.
આ વકતવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. ૨૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/- , તૃતીય ક્રમાંક પર વિજેતાને રૂ. ૧૦,૦૦૦/-, ચતુર્થથી દસમાં ક્રમાંક સુધીના તમામ વિજેતાને રૂ. ૫,૦૦૦/- આમ કુલ રૂ. ૮૧,૦૦૦/- ના ઇનામો આપવામાં આવશે. અરજી કરતી વખતે સાદા કાગળમાં નામ, સરનામું, સંપર્ક નંબર સાથે નિવાસ અને જન્મનો પુરાવો આપવાનો રહેશે.
અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ આગામી ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ માહિતી અત્રેની કચેરીના ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૦૪૯૦ તથા ફેસબુક આઈડી Dydo Junagadh પરથી મળી રહેશે. તેમ શ્રી એન.ડી.વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300