ઘાટકોપર ખાતે એક સુંદર ગુજરાતી ગીતોનું કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

૨૨ માર્ચ ૨૦૨૫ : ગુંજે ગુજરાતી,ઘાટકોપર,મુંબઈ
ગુંજે ગુજરાતી : ગુજરાતી ગીતોની રમજટ બાલકંજી બારી, ઘાટકોપર ખાતે એક સુંદર ગુજરાતી ગીતોનું કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજની દુનિયામાં જ્યાં બોલિવૂડ ફિલ્મી દુનિયામાં વર્ચસ્વ ધરાવે છે , એમાં ગુંજે ગુજરાતીના કારોબારી કમિટીએ ગુજરાતી કરાઓકે ગીતોની રમઝટનું આયોજન હાથ ધર્યું હતું
જેમાં કરાઓકે મ્યુઝિક સિસ્ટમ ઉપર ગાયકો દ્વારા અલગ-અલગ ગુજરાતી ગીતો ગાવામાં આવ્યા હતા જેનું શ્રવણ કરી ઉપસ્થિત શ્રોતા મંત્રમુગ્ધ થયા હતા. જાણીતા ગાયક સંગીતકાર એગ્નેલ રોમન નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમ સંયોજકમાં મનીષ કોઠારી, બીજલબેન જગડ, અને અન્ય કરોબારી કમિટીમાં દિનેશ ભાઈ શાહ, ભાવેશભાઈ ભરવડા,અમૃતભાઈ વેલાની, અધ્યક્ષ મંજુલા બેન છેડા અને પ્રમુખ ધિરેનભાઈ કોઠારીની ઉપસ્થિતિમાં સફળ પ્રોગ્રામ હાથ ધર્યો હતો. વિજેતમાં પ્રથમ વિજેતા રાજુભાઈ આસર, દ્વિતીયા વિજેતા નીતાબેન પંચાલ અને તૃતીય વિજેતા નરન્દ્રભાઈ કાચલિયા ને ઘોષિત કરવામાં આવ્યા હતા અને વિજેતાઓ ને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300