મેંદરડા : એવરશાઈન એકેડમી ખાતે 2024 -25 વાર્ષિક મહોત્સવ ઉજવાયો

મેંદરડા : એવરશાઈન એકેડમી ખાતે 2024 -25 વાર્ષિક મહોત્સવ ઉજવાયો
વિદ્યાર્થીઓ,વાલીશ્રીઓ,અને બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો.
મેંદરડા ખાતે આવેલ એવરસાઈ એકેડેમી વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મુખ્ય અતિથિ હરેશભાઈ ઠુમ્મર (જિલ્લા પંચાયત પ્રમુખ જૂનાગઢ), મહંત શ્રી સુખરામ દાસ બાપુ(ખાખી મઢી મેંદરડા), પી.ડી.ગઢવી (લીગલ એડવાઈઝર) એન.ડી.મોરી (પ્રમુખશ્રી ખાટ ક્ષત્રિય સમાજ જૂનાગઢ) તથા અનેક માનવંતા મહેમાનોએ હાજરી આપી એવરશાઈન એકેડેમી ના વાર્ષિકોત્સવ ને દીપાવ્યો હતો.
તેમજ શાળા ના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ,અને બાળકોએ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના નાના નાના ભુલકાઓ તથા વિધાર્થીઓએ અલગ અલગ ખૂબજ સુંદર કૃતિઓ રજૂ કરી હતી જેમાં ડાન્સ, ફની ડાન્સ,પિરામિડ, સ્પીચ જેવી કૃતિ કરી બાળકો એ ખૂબજ હર્ષભેર ભાગ લીધો હતો
તેમજ શાળા ના આગળના વર્ષના બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિધાર્થીઓ ને શિલ્ડ એનાયત કરવામાં આવેલ જ્યારે ધોરણ 10 માં શાળાના પ્રથમ વિધાર્થીને શાળા પરિવાર વતી 11000 નો ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ
રાજયકક્ષાના રમતવીરોને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.અને શાળાનો આ આઠમો વાર્ષિકોત્સવ ખૂબ હર્ષભેર પૂર્ણ થયેલ જેમાં તમામ મહેમાનો તથા વાલીશ્રીઓ નો એવરશાઇન શાળા પરીવાર સહીત ખૂબજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
આ તકે સંસ્થા ના ટ્રસ્ટી મોહનભાઈ પાનસુરીયા, વિજયભાઈ પાનસુરીયા એકેડમી ના આચાર્ય સહિત ના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવા માં આવી હતી
રીપોટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300