પાટણ પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વના નિવાસ્થાને ઓચિંતી તપાસ

પાટણ પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વના નિવાસ્થાને ઓચિંતી તપાસ હાથ ધરતા મારક હથિયારો મળી આવ્યા
બુટલેગરો,પાસા-તડીપાર થયેલા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે પોલીસ તપાસને પગલે ફફડાટ..
પાટણ જિલ્લા પોલીસ તંત્રે ગૃહ વિભાગની સૂચના અનુસાર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરનારા શખ્સોની યાદી બનાવી છે. આ અંતર્ગત ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતગૅત ડીવાયએસપી કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાટણ એ ડિવિઝનના પીઆઈ કે.જે. ભોયના નેતૃત્વમાં ચાર ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઉપરાંત એલસીબી, એસઓજી અને સાઈબર ક્રાઈમના કર્મચારીઓ પણ જોડાયા છે.
પોલીસે શહેરમાં બુટલેગરો,પાસા-તડીપાર થયેલા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે રેડ કરી હતી અને પોલીસ તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરનું બાઈક, તલવાર-ધારિયા, શંકાસ્પદ ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શન મળી આવ્યા હતા .
પોલીસ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા જાળવીને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ગેરકાયદેસર વસ્તુઓ મળી આવે તો સ્થળ પર જ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.
આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલી વસ્તુઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
રીપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300