પાટણ પોલીસે જડપી પાડેલ વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કર્યો..

પાટણ પોલીસે જડપી પાડેલ વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કર્યો..
પાટણ પોલીસે વિદેશી દારૂના 17 કેસોમા
ઝડપેલ 1211 વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કર્યો..
પાટણ જિલ્લા પોલીસે વિદેશી દારૂના કેસો દરમ્યાન ઝડપેલા વિદેશી દારૂના જથ્થા નો શુક્રવારે ભૂતિયા વાસણા સ્થિત સરકારી અનાજ ગોડાઉન પાછળ બુલડોઝર ફેરવી નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહી મામલે મળતી માહિતી મુજબ પાટણ એ.ડિવિઝન, પાટણ તાલુકા,સરસ્વતી અને બાલિસણા પોલીસ સ્ટેશન દ્વારા દારૂના કુલ 17 કેસ કરી
આ કેસોમાં જપ્ત કરાયેલ દારૂ અને બિયરની કુલ 1211 બોટલો કુલ કિંમત રૂપિયા 2,15,187 ના મુદામાલ નો શુક્રવારે સરસ્વતી તાલુકાના ભૂતિયા વાસણા સ્થિત સરકારી ગોડાઉન પાછળના ખુલ્લા મેદાનમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની હાજરી માં બુલડોઝર ફેરવી પોલીસે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને જપ્ત કરાયેલ દારૂનો નિકાલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300