બોળાશ ગામેથી બોગસ કેમિકલ બનાવતી ફેકટરી જડપી પાડતી ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ

ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બોળાશ ગામની સીમ વિસ્તારમાંથી નોંધણી વગરની ઓ-રીઅલ નામની કેમીકલ બનાવતી બોગસ ફેકટરી પકડી પાડતી ગીર સોમનાથ એસ.ઓ.જી.પોલીસ
શ્રી નિલેશ જાજડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ નાઓ તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ,
એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફના દેવદાનભાઈ કુંભરવાડીયા, મેરામણભાઈ શામળા એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા પો.હેડ કોન્સ. તથા કૈલાશસિંહ બારડ, મહાવિરસિંહ જાડેજા પો.કોન્સ. વિગેરે સ્ટાફ દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૫ ના એસ.ઓ.જી. લગત કામગીરી સબબ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બોળાશ ગામની લક્ષ્મીવાવ સીમ વિસ્તારમાંથી ઓ-રીઅલ નામની નોંધણી વગરની કેમીકલ બનાવતી બોગસ ફેકટરી ખાતેથી સંચાલક ભાવેશ ઉર્ફે ભરત બાબુભાઇ જેઠવા રહે.મેઘપુર વાળાએ બીલ વગરનુ હાઇડ્રો કલોરીક એસીડ તથા અન્ય મટીરીયલ મંગાવી તેમાથી અલગ અલગ એસીડ, વાઇટ તથા બ્લેક ફીનાઇલ, ગ્લાસ કલીનર, ટોયલેટ કલીનર જેવી અલગ અલગ કેમીકલની બોટલો બનાવી જેના ઉપર ઓ-રીઅલ કંપનીનો ISO લેબલીંગ અને પેકીંગ કરી ગે.કા. વેચાણ કરતા જણાતા, પી.જી.વી.સી.એલ./જી.પી.સી.બી./તોલમાપ તથા ઇન્ડીસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને જાણ કરી સ્થળ પર બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી નીચે જણાવ્યા મુજબનો હાઇડ્રો કલોરીક એસીડ, ફીનાઇલ, કેમીકલ તથા અન્ય મટીરીયલ વિગેરેનો જથ્થો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300