૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન કાર્યવાહી કરતી શીલ પોલીસ

“પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી ગે.કા. પ્રવૃત્તિ અંગે આજરોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી શીલ પોલીસ ”
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી ગુ.રા.ગાંધીનગર તરફથી મળેલ સુચના અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૦૦ કલાકમાં ગે.કા પ્રવૃત્તિ કરતા ઇસમોની યાદી તૈયાર કરી આવી પ્રવૃતિ કરતા ઇસમોના રહેણાંક મકાનોએ તપાસ કરી તેઓની વિરૂધ્ધમાં કોઈ ગે.કા પ્રવૃત્તિ મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરસિંહ જાડેજા સાહેબ નાઓએ પો.સ્ટે.વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો કોઇ ગે.કા પ્રવૃત્તિ ક૨તા મળી આવ્યે તેઓની વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સખ્ત સુચના આપેલ હોય જેથી માંગરોળ ડિવીઝન ના ડી.વાય.એસ.પી.શ્રી ડી.વી.કોડીયાતર સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.એસ.એ.સોલંકી નાઓએ અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આવા અસામાજીક ગુંડા તત્વોની યાદી બનાવી આ યાદીમાં આવતા ઇસમોના ઘર રહેણાંક મકાન ચેક ક૨વા પી.જી.વી.સી.એલ.અધિકારી સાથે પરામર્શ કરી આજરોજ તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ ડ્રાઇવ ગોઠવી પોલીસ તથા પી.જી.વી.સી.એલ..ના અધિકારી/ કર્મચારી ઓની અલગ અલગ ટીમ બનાવી પી.જી.વી.સી.એલ. અધિકાર/કર્મચારીઓ સાથે રહી શીલ પો.સ્ટે વિસ્તારના ગામડામાં જઈ આવા અસામાજીક ગુંડા તત્વોઓના રહેણાંક મકાનોએ તપાસ કરતા ૪ ઇસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ લગાવેલુ હોય તેમાં ૩ ઇસમો વિરૂધ્ધ ઇલેકટ્રીસિટી એકટ-૨00૩ની કલમ-૧૩૫ મુજબ તથા ૧ ઇસમ વિરૂધ્ધ ઇલેકટ્રીસિટી એક્ટ કલમ-૧૨૬ મુજબ કાર્યવાહી ક૨વા પી.જી.વી.એલ.શ્રીના અધિકારીશ્રીએ નોંધ રાખેલ અને આ ચારે ઇસમો વિરુધ્ધ આશરે રૂપીયા-૯,૫૦,૦00/- (નવ લાખ પચાસ હજાર ) દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે…
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ
(૧) પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ.સોલંકી (૨) એ.એસ.આઈ.જે.કે.ગળચર
(૩) એ.એસ.આઈ.ડી.એ.ડોડીયા
(૪) પો.હેડ કોન્સ. એમ.એમ.સિસોદીયા
(૫) પો.કોન્સ.ભાવેશભાાઈ છેલાણા
(૬) પો.કોન્સ ગોવીંદભાઈ નાંગસ
(૭) પો.કોન્સ સંજયભાઈ જોટવા
(૮) પો.કોન્સ દીનેશભાઈ રામ (૯) પો.કોન્સ ગોવીંદભાઈ સોલંકી
(૧૦) વુ.પો.કોન્સ શીતલબેન વડીયાતર(
૧૧) વુ.પો.કોન્સ રસીલાબેન ચારીયા આમ ઉપરોક્ત શીલ પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300