પાટણ જિલ્લામાં સિગ્રિગેશન સેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, તપાસની માંગ

પાટણ જિલ્લામાં સિગ્રિગેશન સેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, તપાસની માંગ…
રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં સિગ્રિગેશન સેડ બનાવવામાં આવ્યા જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો, તપાસની માંગ
પાટણ જિલ્લામા સ્વચ્છ ભારત મિશન (SBM) ગ્રામીણ યોજના હેઠળ રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં સિગ્રિગેશન સેડ બનાવવામાં આવી રહ્યા છે, જેનો હેતુ કચરાનું યોગ્ય છટણી અને પ્રબંધન કરવો છે. ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર દ્વારા દોઢથી અઢી લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે, અને તેમાં વીજળી, પાણી, છટણી પ્લેટફોર્મ, કોમ્પોસ્ટ પિટ સહિતની સુવિધાઓ હોવી જરૂરી છે.
ગેરરીતિઓની ચર્ચા:
કેટલાક તલાટીઓ અને સરપંચો દ્વારા સિગ્રિગેશન સેડ સરકારી જમીનને બદલે પ્રાઇવેટ જગ્યા, મંદિરની જમીન અથવા સ્મશાનમાં બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ ₹1 લાખના ખર્ચના સેડ માટે વધુ નાણાં મંજૂર કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જે ભ્રષ્ટાચારની શંકા ઉઠાવે છે. લોકોનો આરોપ છે કે કેટલાક અધિકારીઓ અને સરપંચોની મિલીભગતથી ગેરરીતિઓ થઈ રહી છે.
તપાસ અને કાર્યવાહી માટે લોક માંગ:
સ્થાનિકોએ સરકાર પાસે સ્થળ પર તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે. ACB અથવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચકાસણી થાય અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો, દોષિતો સામે કડક કાર્યવાહી થાય એવી લોકમાગ ઉઠી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300