ચૈત્રી નવરાત્રીઃત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

ચૈત્રી નવરાત્રીઃત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના
પિંડજપ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકૈર્યુત્તા
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા..
નવ દિવસ સુધી ચાલનારા ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે.આવો.. માતા ચંદ્રઘંટાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. “વ્યવહારમાં દિકરીનો વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી તે ચંદ્રઘંટા સમાન છે.”
ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું છે.માતાજીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ચમકીલો છે.તેમને દશ હાથ છે.આ દશ હાથોમાં ખડગ વગેરે શસ્ત્રો તથા બાણ વિભૂષિત છે.તેમનું વાહન સિંહ છે.તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમના ઘંટના અવાજ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ-દૈત્ય અને રાક્ષસો હંમેશાં પ્રકંપિત રહે છે.
નવરાત્રિની દુર્ગા-ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું વિશેષ મહત્વ છે.આ દિવસે સાધકનું મન મણીપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે.ર્માં ચંદ્રઘંટાની કૃપાથી તેમને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે.દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓ સંભળાય છે.આ ક્ષણ સાધકના માટે અત્યંત સાવધાન રહેવાનું હોય છે.
ર્માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકના તમામ પાપો અને અડચણો દૂર થાય છે.તેમની આરાધના ફળદાયી છે. તે પોતાના ભક્તોના કષ્ટોનું નિવારણ ખુબ જ ઓછા સમયમાં કરી દે છે.તેમનું વાહન સિંહ છે એટલે તેમનો ઉપાસક સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય બની જાય છે.તેમના ઘંટની ધ્વનીથી ભક્તોની પ્રેતબાધાઓ વગેરેથી રક્ષા કરે છે.તેમનું ધ્યાન કરવાથી શરણાગતની રક્ષા થાય છે.
દુષ્ટોનું દમન અને વિનાશ કરવામાં હંમેશાં તત્પર રહેવા છતાં તેમનું સ્વરૂપ દર્શક અને આરાધકના માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરીપૂર્ણ રહે છે.તેમની આરાધના કરવાથી જે મોટો સદગુણ પ્રાપ્ત થાય છે તે એ છે કે સાધકમાં વિરતા-નિર્ભયતાની સાથે સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો પણ વિકાસ થાય છે. તેમના મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ-ગુણની વૃદ્ધિ થાય છે.સ્વરમાં દિવ્ય,અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે.ર્માં ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઇને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદ્રશ્ય વિકિરણ થાય છે.આ દિવ્ય ક્રિયા સાધારણ આંખોથી જોઇ શકાતી નથી પરંતુ સાધક અને તેના સંપર્કમાં આવનાર લોકોને આ વાતનો અનુભવ થાય છે.
અમારે મન વચન કર્મ અને કાયાને વિહિત વિધિ-વિધાન અનુસાર પૂર્ણતઃ પરિશુદ્ધ તથા પવિત્ર કરીને ર્માં ચંદ્રઘંટાના શરણાગત્ થઇ તેમની ઉપાસના,આરાધનામાં તત્પર થવું જોઇએ.તેમની ઉપાસના કરવાથી અમોને તમામ સાંસારીક કષ્ટોથી મુક્તિ મળે છે અને સહજમાં જ પરમપદના અધિકારી બની જઇએ છીએ. અમારે નિરંતર તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધનામાં આગળ વધવું જોઇએ.તેમનું ધ્યાન અમારા આલોક અને પરલોક બંન્નેના માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનાર છે.નવરાત્રીના ત્રીજા દિવસે રાખોડી રંગના કપડાં પહેરવા જોઇએ.જે રંગ સંતુલિત લાગણીઓનું પ્રતિક છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300