જુનાગઢ : ખનીજનું ગેરકાયદેસર ખનન, વાહન અને સંગ્રહને અંકુશમાં લાવવા માટે ટાસ્ક ફોર્સની મીટીંગ

જુનાગઢ : ખનીજનું ગેરકાયદેસર ખનન, વાહન અને સંગ્રહને અંકુશમાં લાવવા માટે ટાસ્ક ફોર્સની મીટીંગ
Spread the love

જુનાગઢ જીલ્લો બ્લેકટ્રેપ, લાઈમસ્ટોન અને સાદી રેતી જેવી ખનિજોથી સમૃદ્ધ જીલ્લો છે તેનો પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ થાય તેમજ આ ખનીજોનું ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ અંકુશમાં લાવી શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ૨(બે) વર્ષમાં વિવિધ પ્રયત્નો કરવામાં આવેલ છે.

દર માસે માન. કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાએ ગેરધોરણ ખનન, વહન અને સંગ્રહને અંકુશમાં લાવવા માટે ટાસ્કફોર્સની મીટીંગ કરવામાં આવે છે જીલ્લા કક્ષાએ થતી આ DLGRC (DISTRICT LEVEL GRIEVANCE REDRESSAL COMMITTEE) ऽमिटीनी मिटिंगमां ગેરધોરણ ખનન, વહન અને સંગ્રહને અંકુશમાં લાવવા વિવિધ ઉપાયો અંગે ચર્ચા કરી તેને અમલમાં લાવે છે. આ કમિટીનાં સભ્યો જીલ્લા વિકાસ અધિકારીશ્રી- જુનાગઢ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી-જુનાગઢ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ વન સંરક્ષકશ્રીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, પ્રાદેશિક અધિકારીશ્રી- ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જીલ્લા ભુસ્તરશાસ્ત્રી તેના સભ્ય સચિવ છે.

સમગ્ર વહીવટી તંત્ર અને રેવન્યુ તંત્રની સાથે મળીને જુનાગઢ ખાણ ખનિજ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં ગેરધોરણ ખનનનાં ૦૯ કેસોમાં ૨૬.રર લાખની વસુલાત, ગેરધોરણ વહનનાં ૧૨૬ કેસોમાં ૧૨૭.૬૫ લાખની વસુલાત, ગેરધોરણ સંગ્રહનાં ૧૪ કેસોમાં ૧૦,૬૫ લાખની વસુલાત આમ, કુલ ૧૪૯ કેસોમાં ૧૬૪.પર લાખની વસુલાત કરવામાં આવેલ. તેમજ ૦૪(ચાર) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

સમગ્ર વહીવટી તંત્ર અને રેવન્યુ તંત્રની સાથે મળીને જુનાગઢ ખાણ ખનિજ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં ગેરધોરણ ખનનનાં ૧૩ કેસોમાં ૨૭.૯૩ લાખની વસુલાત, ગેરધોરણ વહનનાં ૧૭૫ કેસોમાં ૧૮૧.૭૬ લાખની વસુલાત, ગેરધોરણ સંગ્રહનાં ૧૧ કેસોમાં ૩.૮૮ લાખની વસુલાત આમ, કુલ ૧૯૯ કેસોમાં ૨૧૩:૫૭ લાખની વસુલાત કરવામાં આવેલ. તેમજ ૦૬(છ) પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુનાગઢ જીલ્લો ૫૦૮૮ યો.કિ.મી. વિસ્તાર ધરાવે છે અને જીલ્લામાં આશરે ૫૧૮ જેટલા ગામો આવેલા છે દરેક જગ્યાએ ખાણ ખનિજની જીલ્લા કક્ષાની ટીમ પહોચી ન વળે તેથી દરેક ગામના સરપંચ અને તલાટીને ખનિજ ચોરી રોકવાની જવાબદારી આપતો પરિપત્ર માન. કલેકટરશ્રી દ્વારા કરવામાં આવેલ છે જેથી દરકે ગામની ગૌચરની જમીનોનું રક્ષણ થઇ શકે, ગૌયર અને સરકારી જમીનોમાં દબાણ, પેશકદમી, ખનિજ ચોરી અટકાવી શકાય.

રેવન્યુ તંત્રનાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને ખનિજ ખાતાના અધિકારીઓ આકસ્મિક રીતે જીલ્લામાં દરેક જગ્યાએ દિવસ અને રાત્રે વાહન ચેકિંગ, પેટ્રોલીંગ કરે છે. અત્રેના જિલ્લાના ડી.વાય.એસ.પી.શ્રીનો આ બાબતે ખનિજનાં નોડલ અધિકારી તરીકે ઓર્ડર પણ કરવામાં આવેલ છે જેથી તંત્રને પોલીસની મદદ મળી રહે છે.

આવા પેટ્રોલિંગ દરમ્યાન જાણવા મળેલ કે ખનિજ ચોરો દ્વારા ખનિજ ચોરી અટકાવતા અધિકારીઓની રેકી કરવામાં આવે છે, તેમનો પીછો કરી તેમનું ધ્યાન રાખવામાં આવે છે અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા તેમના લોકેશનોની માહિતી ખનિજ ચોરોને પહોચાડવામાં આવે છે આવા વોટ્સઅપ ગ્રુપ સામે તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

ચેકિંગ દરમ્યાન એવું પણ જાણવા મળે કે અમુક લીઝ ધારક ફેક રોયલ્ટી પાસ બનાવે છે તેઓ મૂળ રોયલ્ટી પાસમાં ઓછું વજન દર્શાવી રોયલ્ટીની ચોરી કરે છે આવા ઓપરેટર લીઝ ધારક સામે પણ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે.

માન.કલેકટરશ્રી દ્વારા પણ અવાર નવાર તેમની ફેરણી દરમ્યાન વહન ચેકિંગ કરવામાં આવે છે આવા એક કેસમાં વંથલી પાસે રોયલ્ટી પાસ વગરનું ડમ્પર મળી આવેલ જેની સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે અને અન્ય કિસ્સાઓમાં દંડની વસુલાત કરવામાં આવેલ છે.

ખનીજનો અંતીમ વપરાશ કરતા End User બાબતનો રાજ્ય કક્ષાએથી પરિપત્ર થતાં જીલ્લા કક્ષાએ તેની સહેલાઈથી માહિતી મળી રહે તે હેતુથી એન્ડ યુઝરના રજીસ્ટ્રેશન બાબતે અદ્યતન નિયમ/પરિપત્ર/જાહેરનામાંની ન્યુઝ પેપરમાં પ્રેસનોટ પ્રસિધ્ધ કરી સૌને તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે.

જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીશ્રી કચેરી, જુનાગઢ તથા ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ ૨૪ લીઝોની માપણી કરવામાં આવેલ છે. જેમાં ગેરધોરણ ખનન અંગે ૧૦૬૦૨.૨૪ લાખનો દંડ આકારવામાં આવેલ છે. જેમાં કુલ ૧૭ લીઝ ધારકોનાં ઓનલાઈન વર્ચુઅલ એકાઉન્ટ (એ.ટી.આર.) લોક કરવામાં આવેલ. જે પૈકી હાઇકોર્ટના આદેશ મુજબ ૧૩ લીઝ ધારકોનાં ઓનલાઈન વર્ચુઅલ એકાઉન્ટ (એ.ટી.આર.) ફરી શરૂ કરવામાં આવેલ અને ૦૫ લીઝોમાં ડી.આઈ.એલ.આર.શ્રી, જુનાગઢને માપણી માટે જણાવવામાં આવેલ છે.

જુનાગઢ જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાંધકામ ઉદ્યોગને પુરતું મિનરલ મટીરેયલસ મળી રહે, નવી લીઝો ચાલુ થાય અને સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થાય અને સરકારશ્રીને રોયલ્ટીની આવક થાય તે માટે કુલ ૬૮ બ્લોક પૈકી છેલ્લા બે વર્ષમાં ૧૫ બ્લોકનું ઓકશન કરવામાં આવેલ છે તેમાં ૨૭ બ્લોકમાં ઈરાદાપત્ર આપવામાં આવેલ છે. જે પૈકી ૦૬ બ્લોકના કરારખત કરવામાં આવેલ છે.

ખાનગી માલિકીની જમીનમાં ડબલ રોયલ્ટીથી લીઝ મેળવવાની કુલ ૫૯ અરજીઓ આવેલ. જેમાં ૨૯ કેસોમાં પૂર્વ મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવેલ છે જે પૈકી ૧૬ અરજીઓમાં અરજદારોને ઇરાદાપત્ર આપવામાં આવેલ છે.

સા.રેતીના નવા ૮ (આઠ) તેમજ બ્લેકટ્રેપ ખનિજનાં ૦૩(ત્રણ) મળી કુલ ૧૧(અગ્યાર) બ્લોક આઈડેન્ટીફાઈડ કરવામાં આવેલ છે જેમાં સંશોધન કરી વિવિધ એન.ઓ.સી.ઓ મેળવી તેનું ઓકશન કરવામાં આવશે. છેલ્લા ૨(બે) વર્ષમાં ખનિજ સંગ્રહ માટે ૦૭ સ્ટોક રજીસ્ટ્રેશન માટે મિનરલ કન્સેશન મંજુર કરવામાં આવેલ છે.

જિલ્લા ભુસ્તરશાસ્ત્રીની કચેરી, જુનાગઢને સને ૨૦૨૩-૨૪ માં મુખ્ય ખનિજની ૬૪૬,૦૧ લાખ તથા ગૌણ ખનિજની ૧૨૯૮.૭૮ લાખ ગે.ધો. ૧૬૪.પર લાખ તથા અન્ય ૫.૬૯ મળી કુલ ૨૧૧૫,૦૦ લાખ આવક થયેલ છે. તેમજ સને ૨૦૨૪-૨૫ માં મુખ્ય ખનિજની ૮૨૫.૧૭ લાખ તથા ગૌણ ખનિજની ૧૨૮૬.૫૪ લાખ ગે.ધો. ૨૧૩.૭૭ લાખ તથા અન્ય ૫.૬૯૫ મળી કુલ ૨૩૩૧.૧૮ લાખ આવક થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!