અગ્નિવીર આર્મી ભરતી રેલી ની પસંદગી કસોટી માટે તા.૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી

અગ્નિવીર આર્મી ભરતી રેલી ની પસંદગી કસોટી માટે તા.૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી
જૂનાગઢ : ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી ( ૨૦૨૫-૨૦૨૬) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવેલ છે.
આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી,અગ્નીવીર ટેકનીકલ, અગ્નીવીર (કલાર્ક/ સ્ટોર કીપર ટેકનીકલ,( ધોરણ ૧૨ પાસ) અગ્નિવીર ટ્રેડમેન (૮ તથા ૧૦ પાસ) કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે ઉંમર ૧/૧૦/૨૦૨૪ થી ૧/૪/૨૦૦૮ ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવાર પાસેથી http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૧૦/૪/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા પ્રથમ આપવાની રહેશે. જાહેરાત માટેની વધુ વિગતો http://www.joinindianarmy.nic.in વેબસાઈટ ઉપર જોઈ શકાશે. આ ઉપરાંત વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮) ૨૫૫૦૩૪૬ અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીને હેલ્પલાઇન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી (સામાન્ય) ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300