રાધનપુર : નાનાપુરા ગામે હાડકાને લગતી બીમારીનો નિ : શુલ્ક કેમ્પ યોજાયો.

રાધનપુર : નાનાપુરા ગામે હાડકાને લગતી બીમારીનો નિ : શુલ્ક કેમ્પ યોજાયો.
રાધનપુર ના નાનાપુરા ગામે વિના મુલ્યે હાડકાને લગતી બીમારીનો નિ : શુલ્ક કેમ્પ યોજાયો.
કેમ્પ માં 103 દર્દીઓએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો..
રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે નાનાપુરા ગ્રામ પંચાયતના સરપંચ ખોડાજી ઠાકોર ના માર્ગદર્શન હેઠળ અને શાળાના આચાર્ય રાકેશભાઈ વ્યાસના સહકાર દ્વારા તા. 06.04.2025 ને શનિવાર ના રોજ નાનાપુરા પ્રાથમિક શાળા માં આસ્થા હોસ્પિટલના તબીબ ઓર્થોપેડિક હાડકાની હોસ્પિટલ રાધનપુર ના નિષ્ણાંત ડૉ . ભગીરથસિંહ કેલા દ્વારા હાડકાને લગતી સમસ્યા જેવી કે વા, સાંધા,વા, કમર દુખાવો, ઢીચણ નો દુખાવો, કમર નો દુખાવો, ગરદન ના દુખાવા નો વિના મુલ્યે કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ માં વિના મુલ્યે નિદાન કરવામાં આવ્યું હતું.તેમજ વિના મુલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી કેમ્પ માં 103 દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ સફળ બનાવવા શાળા દ્વારા ખૂબ જહેમત ઉઠાવવા માં આવી હતી ત્યારે શાળા પરિવાર નો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો સાથેજ કેમ્પ માટે ઉચ્ચ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300