કેબિનેટ મંત્રી ના વરદ હસ્તે કાકોશી પગાર કેન્દ્ર શાળાના મકાનનું લોકાર્પણ

કેબિનેટ મંત્રી ના વરદ હસ્તે કાકોશી પગાર કેન્દ્ર શાળાના મકાનનું લોકાર્પણ
Spread the love

કેબિનેટ મંત્રી ના વરદ હસ્તે કાકોશી પગાર કેન્દ્ર શાળાના મકાનનું લોકાર્પણ

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ

વિદ્યાર્થીઓ સ્કીલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ સરકારે ઉભી કરી છે:-મંત્રી બળવંતસિંહ રાજપૂત

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજરોજ સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનો લોકાર્પણ અને શાળાના વય નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. મંત્રીએ રીબીન કાપી શાળાના નવીન મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.તેમજ ગ્રામજનો અને શાળા પરિવારને નવીન શાળાના લોકાર્પણની શુભકામનાઓ પાઠવી હતી. શાળા ના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા. મંત્રી બળવંત સિંહ રાજપૂત સહિતના મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.


આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વર્ષ ૧૯૫૬ માં શરૂ થયેલી આ શાળાના નવીન મકાનમાં એક કરોડ એંશી લાખના ખર્ચે માંગણી મુજબના ઓરડાઓ, ત્રણ નવા ઓરડાઓ, કમ્પ્યૂટર લેબ, સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે. આ વિસ્તારમાં શૈક્ષણિક ક્રાંતિમાં આ શાળાએ મહત્વનું યોગદાન આપ્યું છે. શાળામાં સતત ૩૮ વર્ષ સુધી સેવાઓ આપનાર વય નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરની સેવા ભાવનાને બિરદાવી મંત્રીએ તેમને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાઈઠ હજાર કરોડની ફાળવણી બજેટમાં કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને પગલે ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્કીલ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. આજના ડિજિટલ ક્રાંતિ અને કમ્પ્યુટર યુગમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કીલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થાઓ સરકારે ઉભી કરી છે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે એવી સુવિધાઓથી સજજ બની છે. સ્કીલ આધારિત શિક્ષણને લીધે ગુજરાતનો વિદ્યાર્થી ક્યાંય પાછો નહિ પડે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. અને બેકારી રેટ ૧.૧ ટકા છે. ગુજરાત સતત પ્રગતિના પંથે જઈ રહ્યું છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી જે.એચ બારોટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, શાળાના આચાર્ય દિલીપસિંહ રાણા સહિત સ્થાનિક આગેવાનો, શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!