સાત્વિક બુદ્ધિ ,સાત્વિક સંપતિ અને સાત્વિક શક્તિ નું દર્શન હનુમાનજીમાં થાય છે.- પૂ. સીતારામ બાપુ

સાત્વિક બુદ્ધિ ,સાત્વિક સંપતિ અને સાત્વિક શક્તિ નું દર્શન હનુમાનજીમાં થાય છે.- પૂ. સીતારામ બાપુ-
ભૂરખીયા હનુમાનજીના મંદિર શિવકુંજ ધામે ભાવનગર ખાતે હનુમાન જન્મોત્સવની દિવ્ય ઉજવણી .
ભાવનગરની ભાગોળે સોમનાથ હાઇવે પર આવેલા શિવકુંજ આશ્રમે હનુમાન પ્રાગટ્ય દિવસની ખુબ ભાવથી ઉજવણી થઈ હતી- સવારથી સુંદરકાંડ પાઠ પછી હનુમાન ચાલીસા કર્યા બાદ મારુતી યજ્ઞના પ્રારંભ સાથે ઉત્સવ શરૂ થયો હતો. દામનગર પાસેના સ્વયંભુ ભૂરખીયા હનુમાનજીના મંદિરેથી જ્યોત સ્વરૂપે પધારેલા ભુરખીયા હનુમાનજી ની ખુબજ ભાવથી વંદના કરાઈ હતી.
– પૂ.સંતશ્રી સીતારામ બાપૂએ ચૈત્રિ પૂર્ણિમાના આર્શિવાદ આપતા કહ્યું હતું કે સનાતન પરંપરામાં શંકરાચાર્ય મહારાજે પંચદેવ પૂજાનું વિધાન કરેલ છે જેથી મધ્યમાં ઈષ્ટ દેવને સ્થાપી તેની અનન્ય ભાવથી ભક્તિ કરવી અને બીજા સૌ દેવનું પણ વંદન કરવું , કોઈનો દ્વેષ ન કરવો. “સેવા, ત્યાગ અને
સમપર્ણ જેવા ભાવ હનુમાનજી પાસેથી શીખવા મળે છે. હનુમાનજી એ પવન તત્વ છે, પાવન તત્વ છે અને પરમ તત્વ છે તેઓ ચારેય યુગમાં વિદ્યમાન એવા ચિરંજીવી છે એની કૃપાથી આપણા જીવનમાં પણ શુદ્ધ ભક્તિ સાત્વિક બુદ્ધિ અને સંપતિ મળે તેવી પ્રાર્થના . સત્યનારાયણ ભગવાનથી |કથા બાદ સૌને મહાપ્રસાદ મળ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300