ગાંધીનગરના સેક્ટર – 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી

ગતરોજ રાત્રે અંદાજિત 10:30 વાગ્યા આસપાસ ગાંધીનગરના સેક્ટર – 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી.
ફાયરબ્રિગેડને આ અંગેનો કોલ મળતાં તેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, આ દરમિયાન એકાએક ઝૂંપડાના ગેસ-સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેના પરિણામે ચાર ફાયર-કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા.
તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ચાર કર્મચારી પૈકી ત્રણ કર્મચારીઓ વધારે દાઝી ગયેલ હોવાથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની મેયરશ્રી મીરાબેન પટેલને જાણ થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ એ પહોંચી ગયા હતા અને ડોક્ટર તથા સ્ટાફને આ કર્મચારીઓને તમામ સારવાર પૂરી પાડવા માટે જણાવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300