મેદસ્વિતા મુક્ત, ગુજરાત સ્વસ્થ ગુજરાત

મેદસ્વિતા મુક્ત, ગુજરાત સ્વસ્થ ગુજરાત
યોગ દ્વારા મેદસ્વિતાને માત્ર નિયંત્રિત જ નહીં પરંતુ પરાસ્ત પણ કરી શકાય છે
મેદસ્વિતા ઘટાડવા માટે મહત્વના છે પ્રાણાયામ – યોગાસન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭માં ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરાયેલ : શહેરી વિસ્તારમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ વધુ વજનવાળી અથવા સ્થુળ
ખાસ લેખ -ક્રિષ્ના સિસોદિયા
જૂનાગઢ : વર્તમાન સમયમાં જીવનશૈલીમાં બદલાવો આવ્ય છે. વધુ પડતો સ્ક્રીન ટાઇમ, ખોરાક ઉંઘના સમયમાં ફેરફાર, શારીરિક કસરત થાય તેવી પ્રવૃત્તિઓમાં ઘટાડા ના કારણે સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા ધરાવતા અને સરેરાશ વજન કરતા વધારે વજન ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે ડાયાબિટીસ, પાચનતંત્રને સંલગ્ન રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે.ત્યારે પહેલું સુખ તેના જાતે નર્યા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વસ્થતાનો આ વિચારનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે એ માટે સમગ્ર રાજ્યમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મેદસ્વિતા આજે એક વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની ગઈ છે. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા થી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનને અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મેદસ્વિતાએ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી. પરંતુ તે હૃદયરોગ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી વધુ મેદસ્વિતા તરફ ધકેલાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭માં ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ૧૫ થી ૪૯ વયના ૨૩.૮ ટકા મહિલાઓ તથા ૧૯.૭ ટકા પુરુષો મેદસ્વિતા ધરાવે છે. જ્યારે શહેરી વિસ્તારમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ વધુ વજનવાળી અથવા સ્થુળ છે. ત્યારે આ મેદસ્વિતાના કારણો જોઈએ તો આજની આહાર અને જીવનશૈલી સૌથી વધુ કારણરૂપ છે. જેમાં તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ વધુ પ્રમાણમાં લેવા, શારીરિક કસરત અને ફિટનેસનો અભાવ, વધુ કેલરી વાળા અને અસંતુલિત આહાર ઉપરાંત તણાવ અને અનિમિત જીવનશૈલી, કુટુંબમાં મેદસ્વિતાનો ઇતિહાસ, હોર્મોનલ અસંતુલન વગેરે કારણો છે. મેદસ્વિતાનું નિવારણ લાવવા માટે દિનચર્યામાં અને કેટલાક ફેરફાર કરીએ અને મહત્વના યોગાસન અને પ્રાણાયામ કરવાથી મેદસ્વિતાને માત્ર નિયંત્રિત જ નહીં પરંતુ પરાસ્ત પણ કરી શકાય છે.
મેદસ્વિતાના નિવારણ માટે આટલુ કરીએ
જીવનશૈલીમાં સુધાર જેમાં દિનચર્યામાં સુધાર, સમય પર ખાવું, સૂવુ, ચાવીને ખાવું. આહારમાં સુધાર પૌષ્ટિક અને પ્રાકૃતિક આહાર લેવો. નિયમિત કસરત જેવી કે દોડવું, ચાલવું, તરવું, દૈનિક ૩૦-૪૫ મિનિટ યોગ અને પ્રાણાયામ કરવા. આયુર્વેદિક ઉપાયો જેમાઅશ્વગંધાનાખ પાન, ત્રિફળા ચૂર્ણ , ગરમ પાણી વગેરેથી મેદસ્વિતાનું નિવારણ કરી શકાય છે.
મેદસ્વિતાના ઘટાડવા માટે મહત્વના યોગાસન
સૂર્ય નમસ્કાર – ચરબી ઓગાળવા માટે અત્યંત અસરકારક, ભુજંગાસન – પાચનતંત્ર મજબૂત બનાવે, ધનુરાસન -કમર અને પેટની ચરબી ઓગાળે, ઉત્કટાસન – થાઈસ અને એબ્ડોમીનલ મસલ્સ મજબૂત કરે, નૈાકાસન – એબ્સટોન કરવા માટે શ્રેષ્ઠ.
મેદસ્વિતા ઘટાડવા માટે મહત્વના કેટલાક પ્રાણાયામ
કપાલભાતિ – વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ, ચરબી ઓગાળે, નાડીશોધન – તણાવ ઘટાડે, આંતરિક તંત્રોને સંતુલિત કરે, ભસ્ત્રિકા – ઓક્સિજન લેવલ વધારે, ચરબી ઓગાળે.ઉજજાઈ – પાચન શક્તિ સુધારે, માનસિક શાંતિમાં મદદ કરે. અનુલોમ વિલોમ – મેટાબોલિઝમ સુધારે, ઉર્જા સંતુલિત કરે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300