માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન શ્રી ની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું

માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન શ્રી ની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું
Spread the love

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું

માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું છે, માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

દેશ ભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

_મુખ્યમંત્રીશ્રીએ

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ, સખી મંડળના સ્ટોલ અને CCTV કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યુ – નર્મદાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી માં નર્મદાની પંચકોશી પવિત્ર પરિક્રમાના અવસરે મંળવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચીને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને દેશના સૌ નાગરિકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટે માં રેવાને પ્રાર્થના કરી હતી. તેમણે અહીં નર્મદા મૈયાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતુ અને નર્મદા મૈયાના દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના રાહત કેમ્પ, સખી મંડળના બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા CCTV કન્ટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

માં નર્મદાના અવતરણ અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતાના કારણે ગુજરાતના કચ્છ સુધી નર્મદાનું પાણી આજે પહોંચ્યુ છે અને નાગરિકોની તરસ છીપાવા સાથે પાણીની તંગી દૂર થઈ છે અને ગુજરાત હરિયાળું બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રામપુરા ઘાટ ખાતેથી શ્રી રણછોડરાયજી મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને મંદિર પરિસર ખાતે દેશભરમાંથી આવેલાં વિવિધ પ્રાંતના પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓ સાથે વાતચીતમાં જણાવ્યું કે, પવિત્ર માં નર્મદાની પંચકોશી પરિક્રમા છેલ્લાં કેટલાંય વર્ષોથી અનેક શ્રદ્ધાળુઓ પગપાળા કરે છે. પરિક્રમાર્થીઓ માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પરિક્રમાર્થીઓને પૃચ્છા કરીને તેમના મંતવ્યો-સૂચનો-પ્રતિભાવો મેળવ્યા હતા. પરિક્રમાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે “આપકી આસ્થા હમારી વ્યવસ્થા”ના મંત્ર સાથે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે તેમ જણાવી પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની નેમ છે તેમ ઉમેર્યુ હતું.

મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમાર્થી શ્રી ઋષિકેશ ઓઝા દ્વારા માં નર્મદાની પરિક્રમાનું મહત્વ દર્શાવતુ હિન્દી પુસ્તક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરીને પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાની સરાહના કરી હતી.

રણછોડરાયજી મંદિર ખાતે સંવાદના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ શાલ અને માં નર્મદાની પ્રતિમા અર્પણ કર્યા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરીશ્રી રમેશ મેરજાએ મુખ્યમંત્રીશ્રીને શ્રીફળ અને માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ સમગ્ર મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણીશ્રી નિલકુમાર રાવ, મુખ્યમંત્રીશ્રીના ઓએસડી શ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓ-પરિક્રમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!