શિવકુંજ ધામ અધેવાડા ખાતે દિવ્યતાથી ઉજવાશે હનુમાન જયંતિ મહોત્સવ –

શિવકુંજ ધામ અધેવાડા ખાતે દિવ્યતાથી ઉજવાશે હનુમાન જયંતિ મહોત્સવ –
સ્વયંભુ પ્રગટ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરની બાજુમાં આવેલા ભુરખીયા હનુમાનજીના પ્રાગટ્ય સ્થળેથી દિવ્ય જ્યોત મારફત ભાવનગરના અધેવાડા વિસ્તારમાં શિવકુંડ આશ્રમે સ્થાપિત થયેલા અને અનંત શ્રી વિભુષત પશ્ચિમામ્નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલા એવા ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસની ઉજવણી શિવકુંજ આશ્રમ ખાતે પ.પૂ. સંતશ્રી સીતારામ બાપુના સાંન્નિદ્ધયમાં ખૂબ જ ભાવથી ઉજવાશે .
પૂજ્ય બાપૂના દરેક આશ્રમોમાં દૈનિક રીતે યજ્ઞો સમયાંતરે યોજાતા હોય છે તે રીતે જ આ જયંતીના ઉપલક્ષ્યમા સુંદરકાંડ યજ્ઞ વેદોક્તિ પદ્ધતિથી યજમાનો દ્વારા હોમ કરીને ભૂદેવોના મંત્રોચ્ચાર વડો આહુતી અપાશે.હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ પણ થશે .
હાલમાં હનુમાન જયંતીના ઉજવણીના ભાગરૂપે રામચરિતમાનસ – રામાયણના પાઠનું પઠન ભુદેવો દ્વારા શરૂ છે . આ પૂણ્યાશાળી કાર્યક્રમમાં આબાલ વૃદ્ધ સૌને લાભ લેવા શિવકુંજ પરિવારનો અનુરોધ છે .
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300