રાધનપુર : કન્યા છાત્રાલયના લાભાર્થે શૈક્ષણિક ભવ્ય લોકડાયરાનું આયોજન…

રાધનપુર : કન્યા છાત્રાલયના લાભાર્થે શૈક્ષણિક ભવ્ય લોકડાયરાનું આયોજન…
રાધનપુરના ભાભર હાઇવે પર આવેલ ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાલયના લાભાર્થે શૈક્ષણિક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શૈક્ષણિક ભવ્ય લોકડાયરાનું આયોજન હોય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર, સાંતલપુર અને સમી દ્વારા લોકોને જાહેર જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
શૂરભી નંદીશાળા, ગૌટીમ્બા ચોકડી, ભાભર રોડ રાધનપુર ખાતે લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રિજરાજ દાન ગઢવી, ગોપાલ સાધુ,તન્વી ઠાકોર સહિતના ખ્યાતનામી કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવશે.
શૈક્ષણિક કાર્યને ધપાવતા શૈક્ષણિક લોક ડાયરાને સંગ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને કન્યા છાત્રાલયના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહીત રાજકીય આગેવાનોની પ્રેરક હાજરીમા ભવ્ય શૈક્ષણિક લોક ડાયરો યોજાશે.
તા. 27/04/25 રવિવારે રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારો ને સંગ ભવ્ય લોક ડાયરો યોજાવો જઈ રહ્યો છે.ત્યરે રાધનપુરની જાહેર જનતાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભાવ ભર્યું આમન્ત્રણ પાઠવવામા આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300