રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..ગામ લોકો ધરમ ધક્કા ખાવા બન્યા મજબૂર…
રાધનપુર તાલુકાના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મઁત્રીની મનમાની આવી સામે..
અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાની મરજીથી આવે છે તલાટી કમમઁત્રી :- ગામ લોકો
રાધનપુર તાલુકામાં આવા ગુલ્લીમાર તલાટીઓની તપાસ ક્યારે વગેરે સવાલો …?
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા તલાટીઓ ગામ પંચાયતમા પોતાની મન મરજીથી આવતા હોય છે અને પોતાની મરજીથી વહેલા જતા રહેતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો રાધનપુર તાલુકાના અરજણસર મુકામે તલાટી કમમઁત્રી ભરતભાઇ ચૌધરી પોતાની મરજીથી આવે છે અને પોતાની મરજીથી જાય છે તેવા આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે.તેમજ તલાટી સમયસર પંચાયત નહીં આવતા ગામલોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગત મંગળવાર તા. 15/04/2025 ના બપોરે 12:30 વાગે તલાટી હાજર ન હોવાથી ગામ લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે આવા રાધનપુર તાલુકામાં ગુલ્લીમાર તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી જનતાની લાગણી સાથે માંગણી ઊઠવા પામી છે.
અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે સમય સૂચક બોર્ડ પણ જોવા મળ્યું નથી.. ત્યારે ગામના રહીશ દ્વારા તલાટીને કડવાભાઈ રાવળ દ્વારા કરવામાં આવતા યોગ્ય જવાબ નહીં મળતા લોકો રોષે ભરાયા હતા. અને ગ્રામ પંચાયત ખાતે આવતા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજણસર ગામ મુકામે ધરમ ધક્કા ખાતા ગામ લોકોને શુ યોગ્ય ન્યાય મળશે..!! કે પછી આમજ તલાટી ગુલ્લી મારશે જૅ આવનાર સમય જ બતાવશે, હાલતો ગામલોકોએ આ તલાટી સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે..
રીપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300