પોરબંદર : શ્રી એસ.બી.એસ પ્રાથમિક શાળાના ૮ વિદ્યાર્થીઓ એ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી સફળતા

પોરબંદર : શ્રી એસ.બી.એસ પ્રાથમિક શાળાના ૮ વિદ્યાર્થીઓ એ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી સફળતા
ગોસા(ઘેડ ) : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી બાળકો પસંદ કરવા માટે જ્ઞાનસેતુ (CET) શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પોરબંદર શહેરના છાયા,વૈશાલી નગરમાં આવેલી શ્રીએસ.બી.એસ પ્રાથમિક શાળાના ધો.૫ના ૧૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી ૮ વિદ્યાર્થી ઓએ સારા માર્ક મેળવી રાજ્ય કક્ષાના મેરીટમાં સ્થાન મેળવી અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. શ્રી એસ.બી.એસ પ્રાથમિક શાળાના ૮ બાળકો સારા માર્ક સાથે પરીક્ષા પાસ થવા બદલ સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓ ની આ સફળતાને બીરદાવી હતી અને તેઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં બાળકો વધુને વધુ આગળ વધે અને સફળ થાય તેમજ ભવિષ્યમાં શાળાનું અને તેમના પરિવારનું ગૌરવ વધારે તે માટે છાયા કુમાર સી.આર. સી કોઓર્ડીનેટર શ્રી આશાબેન રાઠોડ અને સી.આર. સી કોઓર્ડીનેટર શ્રી ખાપટ અને શાળાના એસએમસી ના સભ્ય મીનાબેન તેમજ શાળાના આચાર્ય ભગીરથભાઈ મંડેરા તથા શાળાના ભૂતપુર્વ આચાર્ય ભારતીબેન વેગડ શાળાના શિક્ષકો શાંતીબેન ઓડેદરા, કિરણબેન ટાંક અને શિલ્પાબેન બાબરીયા તથા સમગ્ર એસએમસીના વાલી સભ્યોએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300