પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજ્યનનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજ્યનનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો..
પાટણ ખાતે નવનિયુક્ત કલેકટર તુષારકુમાર ભટ્ટે કાર્યભાર સંભાળ્યો..
અરવિંદ વિજયનને રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ જિલ્લા ચુંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા..
પાટણ જિલ્લા કલેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી વિદાય લઇ રહેલા અરવિંદ વિજયને હૂંફાળું વિદાય માન આપવા તેમજ પાટણ જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત થયેલા કલેકટર તુષાર ભટ્ટને સત્કારવા માટેનો કાર્યક્રમ પાટણ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો..જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધિકારીઓએ પાટણ જિલ્લાના વિકાસમાં તેમજ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને નિવારવામાં અગ્રેસર રહી કામ કરનાર કલેકટર અરવિંદ વિજયન સાથે કરેલા કામોને વાગોળી તેઓને હુંફાળું વિદાયમાન આપી ભેટ સોગાદો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
અરવિંદ વિજયને પાટણ જિલ્લા કલેકટર તરીકે ૦૩/૦૪/૨૦૨૩ ના રોજ હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી દક્ષતા, સરળ સ્વભાવ અને પારદર્શક વહીવટને કારણે પાટણ જિલ્લામાં વિકાસના અનેક કામો થયા છે. તેમજ વહીવટી તંત્રની સાથે સાથે લોકોમાં પણ અનોખી લોકચાહના મેળવી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તેમને બેસ્ટ જિલ્લા ચુંટણી અધિકારીનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની નવી નિમણૂક મેનેજિંગ ડિરેકટર તરીકે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, (GIL) ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
કલેકટર અરવિંદ વિજયન ની વિદાય સાથે નવનિયુક્ત જિલ્લા કલેકટર તુષાર કુમાર ભટ્ટને આવકારવામાં આવ્યા હતા.અને આજરોજ તેમણે પાટણ જિલ્લા કલેકટર તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. તુષાર ભટ્ટ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300