પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવુતિઓ યોજાઈ..

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવુતિઓ યોજાઈ..
Spread the love

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવુતિઓ યોજાઈ..

11 જિલ્લાઓમાંથી આવેલ 1600થી વધુ સહભાગીઓ સાથે સાયન્સ સેન્ટર બન્યું વિજ્ઞાનપ્રેમીઓનું કેન્દ્ર.

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 8 થી 13 એપ્રિલ 2025 દરમ્યાન વૈજ્ઞાનિક ચિંતનને પ્રોત્સાહન આપતા અનેક વૈજ્ઞાનિક કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા. આ કાર્યક્રમોમાં ઉનાળાની લૂથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ કાર્યક્રમ, વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ, આંતરરાષ્ટ્રીય સેફટી પિન દિવસની ઉજવણી અને વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ નિમિત્તે મહિનાભર ચાલનાર જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. વિશેષરૂપે, વિશ્વ ક્વોન્ટમ દિવસ ના ભાગ રૂપે ગુજકોસ્ટ, ગાંધીનગર તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ, ગુજરાત વિભાગના સહયોગથી વૈજ્ઞાનિક ચર્ચાનું લાઈવ પ્રસારણ યોજાયું હતું. જેમાં નિષ્ણાંતો શ્રી પી.સી. વિનોદકુમાર (ભૂતપૂર્વ પ્રોફેસર, ભૂતપૂર્વ વડા, ભૌતિકશાસ્ત્ર વિભાગ SPU), પ્રો.કે.એન. જોશીપુરા (ભૂતપૂર્વ પ્રોફેસર, ભૂતપૂર્વ વડા, ભૌતિકશાસ્ત્ર વિભાગ SPU), ડો.નરોત્તમ સાહુ (સલાહકાર અને સભ્ય સચિવ ગુજકોસ્ટ) અને ડો.વિપુલ ખેરાજ (એસોસિયેટ પ્રોફેસર એસવીએનઆઈટી, સુરત) દ્વારા ક્વોન્ટમ વિજ્ઞાનના વિવિધ પાસાઓ અંગે વિશ્લેષણાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમોમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત કુલ 11 જિલ્લાઓમાંથી શૈક્ષણિક પ્રવાસે આવેલા 101 વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ 1500 જેટલા સામાન્ય નાગરિકો સહિત કુલ 1600થી વધુ સહભાગીઓએ આ પ્રયોગાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો.
આ ઉનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે અનોખી તક મળી શકે તે માટે સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29 એપ્રિલથી 07 જૂન 2025 દરમિયાન સમર સાયન્સ કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એ.આઈ અને રોબોટિક્સ, જૈવવિવિધતા, જિનેટિક્સ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોન્ટમ સાયન્સ જેવા છ વિષય આવરી લેવાશે. દરેક કેમ્પ પાંચ દિવસનો હશે. જેમાં પ્રથમ તબક્કો 29 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ, ગેલેરી આધારિત એક્ટિવિટીઓ, આકાશ દર્શન, સૂર્ય દર્શન, વૈજ્ઞાનિક ફિલ્મો, ગેમ્સ અને સ્પર્ધાઓ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે. સમર સાયન્સ કેમ્પ માં નોંધણી માટે છેલ્લી તારીખ 24 એપ્રિલ 2025 છે.


સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર જ્ઞાન પ્રદાન કરતા નથી, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના મનોવિશ્વમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સમાવેશ પણ કરે છે, સમર સાયન્સ કેમ્પ’ જેવા કાર્યક્રમો બાળવિજ્ઞાનીઓ માટે એ રીતે એક ઉત્તમ મંચ પુરું પાડે છે જ્યાં તેઓ વૈજ્ઞાનિક દુનિયામાં પોતાનું પ્રારંભિક પગલું ઉઠાવીને ભવિષ્યના વૈજ્ઞાનિક બનવાની મથામણ કરી શકે છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!