જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રી કરવા જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્રારા અનુરોધ

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રી કરવા જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્રારા અનુરોધ
જૂનાગઢ : ભારત સરકારશ્રીની Agri Stack-DPI હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ગ્રામ્ય લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતગર્ત રાજ્યના PM-KISAN યોજનાના તમામ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા તેમજ નવા અરજદારોએ પીએમ કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવો જરૂરી છે.
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તથા નવા અરજદારો માટે મહત્વની છે. હાલ જૂનાગઢ જિલ્લાના ૫.૧૩ લાખ ખેડૂતો પૈકી ૧.૩૯ લાખ ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવેલ છે હજુ પણ ૩.૭૪ લાખ જેટલા ખેડૂતોને નોંધણી કરવાની બાકી હોય તેથી તમામ ખાતેદાર ખેડૂતોએ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રી કરવા અનુરોધ કરવામાં આવે છે.
ખેડૂત નોંધણી કરાવવા આપના જમીનની વિગત અને મોબાઈલ નંબર તથા આધાર કાર્ડ લઇ આપના ગામની ગ્રામ પંચાયતના વીસીઈ / CSC સેન્ટર નો સંપર્ક કરવો. ખેડૂત જાતે પણ https://gjfr.agristack.gov.in વેબસાઈટ પરથી નોંધણી કરાવી શકે છે. તો જીલ્લાના તમામ ખેડૂતોને નોંધણી કરાવવા અનુરોધ છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી (ખેતી) /તાલુકા વિકાસ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.),/જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300