‘ડિયર કોમરેડ’ની રીમેકમાં જ્હાન્વી અને ઇશાનની જાડી ફરી ચમકે તેવી અટકળો

મુંબઈ,
બોલિવૂડ અત્યારે સાઉથની ફિલ્મ્સની રિમેક તૈયાર કરવા તરફ વળ્યું છે. અત્યાર સુધીમાં સાઉથની અનેક ફિલ્મ્સનાં હિન્દીમાં વર્ઝન્સ તૈયાર થયાં છે. રિસન્ટલી રિલીઝ થયેલી શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંઘ’ સાઉથની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેક છે. કરણ જાહરે પણ સાઉથની ફિલ્મ ‘ડિયર કોમરેડ’ની હિન્દી રીમેક તૈયાર કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં કરણ ઇશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂરને સાઇન કરશે એમ કહેવામાં આવી કહ્યું છે. ઇશાન અને જ્હાન્વીએ કરણની જ ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેમની બંને વચ્ચેની કેમિસ્ટ્રીને ખાસ પસંદ કરવામાં આવી હતી.