આર માધવન પર ૧૮ વર્ષની ચાહક ફીદા, મેરેજ માટે પ્રપોઝ કર્યું

આર માધવન પર ૧૮ વર્ષની ચાહક ફીદા, મેરેજ માટે પ્રપોઝ કર્યું
Spread the love

મુંબઈ,
બહુ ચર્ચિત અને જાણીતા ફિલ્મ કલાકાર આર માધવન ટૂંક સમયમાં, ડાયરેકટર તરીકેની પહેલી મૂવી ”રોકેટ્રી ધ નંબી ઇફેક્ટ’ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી તેઓ મુંબઈ પરત ફર્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ તે જ રીતે અભિનેતાને એક જબરજસ્ત સરપ્રાઈઝ ક્ષણનો સામનો કરવો પડ્યો હતો. ૪૯ વર્ષીય માધવનને તેમના કિશોરવયની ચાહક દ્વારા લગ્ન માટે પ્રપોઝ કરવામાં આવ્યું હતું. પ્રપોઝની ચર્ચા સમગ્ર ફિલ્મ ઉદ્યોગથી માંડીને બોલીવુડ, દક્ષિણ ભારતમાં થઈ રહી છે. કારણ કે ફિલ્મના સ્ટાર ઘણી વાર આવા પ્રપોઝલ મળે છે, પરંતુ માધવનને કિશોરી પ્રશંસક તરફથી પ્રપોઝ કરતા બધાને આશ્ચર્ય થયું હતું. જે કિશોરીએ પ્રસ્તાવ મુક્યો છે. તે ફક્ત ૧૮ વર્ષની છે. આ પ્રસંશકે માધવનને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે, ‘શું આ ખોટુ છે. હું ૧૮ વર્ષની છું અને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છુ છું. અભિનેતાએ આ પ્રસંશકને ખૂબ જ પ્રેમ અને લાગણી સાથે જવાબ આપ્યો. ‘હા હા, ભગવાન તારુ ભલુ કરે

Admin

Admin

9909969099
Right Click Disabled!