હળવદના બુટવડા ગામે વાડી એ જમીનમાં ડાટેલી દારૂની બોટલ જપ્ત કરતી પોલીસ

હળવદના બુટવડા ગામે વાડી એ જમીનમાં ડાટેલી દારૂની બોટલ જપ્ત કરતી પોલીસ
Spread the love
  • હળવદના બુટવડા ગામે વાડી એ જમીનમાં ડાટેલી દારૂની બોટલ જપ્ત કરતી હળવદ પોલીસ ૮૦ નંગ દારૂની બોટલ સાથે ૮ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો
  • આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન તે જ હળવદ

પોલીસ થી બસવા બુટલેગરો દ્વારા અવનવા ક્રિમીયા અજમાવતા કોઈ છે ત્યારે હજુ  થોડા દિવસ પહેલાં જ  બુટલેગરો દ્વારા  ગાડીના  દરવાજામાં અને  બોનેટ માં  દારૂ છુપાવી લઈ જતા  ઝડપાયા નો બનાવ  તાજો છે તેવા સમયે આવો જ એક બનાવ પંથકના બુટવડા ગામે પ્રકાશમાં આવ્યો છે અહીંની વાડીમાં કોઈને ખબર ન પડે તેમ બૂટલેગર દ્વારા વાડીમાં જે એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે તેજ વાડીમાં એરંડા ની સાથે સાથે દારૂની બોટલો પણ ખાડા ખોદિ સંતાવામા આવી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુદી જુદી બ્રાન્ડ નિ દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસ દ્વારા રૂપિયા ૮ હજારના દારૂ સાથે આરોપી બુટલેગર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરાઇ છે

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.જી પનારા,યોગેશદાન ગઢવી ,બીપીન ભાઈ પરમાર ,મુમાભાઈ  કલોત્રા સહિતનાઓએ તાલુકાના બુટવડા ગામે આરોપી ની વાડીએ રેડ કરતા વાડીમાં વાવેલા એરંડામાં ખોદકામ કરી તપાસ કરાવતા તેમાથી જુદી-જુદી બ્રાન્ડની ૮૦ દારૂની બોટલો મળી આવી હતી તેથી પોલીસ દ્વારા રૂપિયા ૮ હજારના દારૂ ને ઝડપી પાડી આરોપી વિપુલભાઈ ધીરુભાઈ ઠાકોર હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Avatar

Admin

Right Click Disabled!