‘ધ લાયન કિંગ’ ૧૦ દિવસમાં જ ૧૦૦ કરોડને પાર પહોંચી

મુંબઈ,
હોલિવૂડ એનિમેશન ફિલ્મ ‘ધ લાયન કિંગ’એ બોક્સ-ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મે માત્ર ૧૦ દિવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી છે. આ સાથે જ વર્ષ ૨૦૧૯માં ‘ધ લાયન કિંગ’ બીજી સૌથી વધુ કમાણી કરનાર હોલિવૂડ ફિલ્મ્સ બની છે. પહેલાં નંબર પર ‘એવેન્જર્સ એન્ડગેમ’ છે. ૧૯ જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ૧૦ દિવસમાં ૧૧૪.૨૭ કરોડની કમાણી કરી છે. તો ૨૧ જૂને રિલીઝ થયેલી ‘કબીર સિંહ’એ અત્યાર સુધી ૨૭૫.૯૬ કરોડની કમાણી કરી છે. ૨૬ જુલાઈએ રિલીઝ થયેલી કંગના તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્્યા’એ ત્રીજા દિવસે ૭.૭૦ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં ૧૮.૯૦ કરોડની કમાણી કરી છે. ૨૬ જુલાઈએ રિલીઝ થયેલી દિલજીત દોસાંજની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’એ ત્રણ દિવસમાં ૪.૫ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે રવિવાર (૨૮ જુલાઈ)એ ૧.૭૫ કરોડની કમાણી કરી છે. ૨૧ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ૨૭૫.૯૬ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર તથા કિઆરા અડવાણી છે. આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યાં હોવા છતાંય ચાહકોને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી છે. વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ કમાણી કરનાર હિંદી ફિલ્મ ‘કબીર સિંહ’ છે.