ભાજપા ધારાસભ્યનો સણસણતો સવાલઃ કરણની પાર્ટીમાં સ્ટાર્સ ડ્રગ લઇ રહ્યા હતા..?!!

મુંબઈ,
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરે આયોજિત કરેલી પાર્ટીમાં ટોચના ફિલ્મ સ્ટાર્સ ડ્રગ લઇ રહ્યા હતા એવા ભાજપી ધારાસભ્ય મનજિંદર સિંઘ સિરસાના સોશ્યલ મીડિયા પરના આક્ષેપથી ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરા ઉશ્કેરાઇ ગયા હતા.
દેવરાએ કહ્યું હતું કે મારી પત્ની પણ ત્યાં હતી. કોઇએ ડ્રગ લીધી નહોતી. તમે એક પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જકે યોજેલી પાર્ટીને બદનામ કરી રહ્યા છો. બીજી બાજુ સોશ્યલ મીડિયા પર મૂકાયેલી વિડિયો ક્લીપમાં જાઇ શકાય છે કે ઊરી ફેમ વીકી કૌશલ જમીન પર બેઠો છે અને નાક લૂછી રહ્યો છે જ્યારે રણબીર કપૂરનો ખાસ દોસ્ત અને કરણ જાહરની ભારતીય સુપરહીરો ફિલ્મનો ડાયરેક્ટર અયાન મુખરજી કેમેરા પોતાની તરફ આવજા જાઇને કંઇક ઝડપભેર સંતાડી રહ્યો છે. મનજિંદર સિંઘ સિરસાએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે જુઓ કરણ જાહરની ઊડતા પંજાબ ટાઇપની પાર્ટી, જ્યા ફિલ્મ સ્ટાર્સ છડેચોક ડ્રગ સેવન કરી રહ્યા છે.