આલિયા ભટ્ટ ‘લેમ્બર્ગિની’ ફેમ ‘દૂરબીન’ના મ્યુઝિક વીડિયોમાં જાવા મળશે

મુંબઈ,
આલિયા ભટ્ટ હાલ તેની ફિલ્મોમાં ઘણી વ્યસ્ત છે. હમણાં જ તેણે ‘સડક ૨’ ફિલ્મના ઊટી શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું કર્યું છે. ઉપરાંત તે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આલિયાએ એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ મુંબઈમાં કર્યું છે. આલિયા ‘લેમ્બર્ગિની’ ફેમ ‘દૂરબીન’ના આગામી મ્યુઝિક વીડિયોમાં દેખાવાની છે. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘પ્રાડા’ છે. આ સિંગલ ૫ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ શકે છે. રિપોર્ટ મુજબ થોડા સમય પહેલાં દૂરબીન ડ્યુઓ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા આ મ્યુઝિક વીડિયો આલિયાનો પહેલો ઓફિશિયલ મ્યુઝિક વીડિયો હશે. જાકે અગાઉ તે તેની ફિલ્મ્સ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘ઉડતા પંજાબ’માં પણ મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી. પરંતુ આ પહેલીવાર હશે કે જેમાં તે કોઈ નોન ફિલ્મ મ્યુઝિક વીડિયોમાં જાવા મળશે. અગાઉ આ વર્ષની શરૂઆતમાં જ આલિયા તેની ફ્રેન્ડ દેવિકા અડવાણીના લગ્નમાં ‘લેમ્બર્ગિની’ સોન્ગ પર ડાન્સ કરતી દેખાઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પણ વાઇરલ થયો હતો.