એક્ટ્રેસ કેહકશાં પટેલના પતિનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

મુંબઈ,
એક્ટ્રેસ કેહકશાં પટેલના પતિ અને પટેલ ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટક્સ લિમિટેડના હેડ આરીફ પટેલનું મુંબઈમાં મોડી રાત્રે મૃત્યુ થયું છે. ૪૭ વર્ષીય આરીફનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તે મુંબઈના ઘણા ફેમસ બિઝનેસમેન હતા. પટેલ રોડવેઝના નામથી તેની એક કંપની પણ હતી. કેહકશાં અને આરીફના બે બાળકો છે. આરીફ પટેલના મૃત્યુ બાદ ઘણા સેલેબ્સ કેહકશાંને સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેમાં મલાઈકા અરોરા, સુનિલ શેટ્ટી અને તેની વાઈફ, સાજિદ નડિયાદવાલા, મનીષ મલ્હોત્રા, મહીપ કપૂર, રણવીર સિંહની માતા અંજુ ભવનાની, શમિતા શેટ્ટી અને માન્યતા દત્ત સહિત ઘણા સેલેબ્સ સામેલ હતા. કેહકશાં મુંબઈ સોશિયલ સર્કિટમાં જાણીતું નામ છે. તેણે બોલિવૂડમાં ફિલ્મ ‘હેરા ફેરી’માં બે આઈટમ નંબર કર્યાં હતાં. આ સિવાય તેણે ‘યારોં સબ દુઆ કરો’, ‘સિલી સિલી હવા’, ‘હુસ્ન જવાની’ જેવા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. કેહકશાં ટીવી પર પણ ઘણી એક્ટિવ હતી. તેણે ઘણા સમય પહેલાં ‘સુપરહિટ મુકાબલા’, પબ્લિક ડિમાન્ડ’, ‘સુપર ૧૦’ જેવા શોમાં એન્કરિંગ કર્યું હતું. ઉપરાંત તેણે ઘણી જાહેર ખબરમાં પણ કામ કર્યું છે.