‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ કરણ જાહર, અનુરાગ કશ્યપ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ બનાવશે

મુંબઈ,
ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટ ફ્લિક્સ’ પર વધુ એક ઓરિજિનલ ઈન્ડિયન ફિલ્મ આવવાની છે. ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ કરણ જાહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી આ ચારેય ડિરેક્ટર્સ ફરી એક ફિલ્મ માટે કરશે. આ વખતે તેઓ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ એટલે કે ભૂતની સ્ટોરીઝ પર કામ કરશે. આ દરેક સ્ટોરી એકબીજા સાથે કનેક્ટેડ હશે. ‘નેટ ફ્લિક્સ’ પરની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરિઝ’ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં ૪ શોર્ટ સ્ટોરિઝ છે. તેની જેમ જ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ એક એન્થોલોજી ફિલ્મ હશે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ. આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને રોની સ્ક્રૂવાલા અને અશી દુઆ પ્રોડ્યૂસ કરવાના છે. રોની સ્ક્રૂવાલાનું ‘આરએસવીપી’ પ્રોડક્શન અને ‘નેટ ફ્લિક્સ’નો આ ત્રીજા પ્રોજેક્ટ હશે જે સાથે હશે. અગાઉ તેણે ‘નેટ ફ્લિક્સ’ પરના શો ‘લવ પર સ્કવેર ફૂટ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’ને પ્રોડ્યૂસ કર્યા હતા. અશી દુઆ સારાએ શરૂ કરેલ ‘ફ્લાયિંગ યુનિકોર્ન એટરટેઈન્મેન્ટ’ પ્રોડક્શન પણ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને પ્રોડ્યૂસ કરી રહ્યું છે અશી દુઆએ જ ભારતમાં ‘બોમ્બે ટોકીઝ’ ફિલ્મથી એન્થોલોજી ફિલ્મ જાનરની શરૂઆત કરી છે. ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ હવે તેઓ ફરી આ પ્રોજેક્ટમાં સાથે કામ કરશે.