‘હિચકી’ને ‘જિફોની ફિલ્મ ફેસ્ટિવલ’માં બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો

મુંબઈ,
રાની મુખર્જી છેલ્લે ‘હિચકી’ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મની પસંદગી ઈટલીના ‘જિફોની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં થઇ હતી. આ ૪૯મા ફિલ્મ ફેસ્ટિવલ એડિશનમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ગ્રેફન અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ૧૯ જુલાઈથી શરૂ થયો છે અને ૨૭ જુલાઈ સુધી ચાલ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ જણાવ્યું કે, ફિલ્મ ફેÂસ્ટવલમાં એક ખાસ સેગ્મેન્ટ હતું જેનું નામ એલીમે પ્લસ ૧૦ નામ આપ્યું છે. તેમાં જ્યુરીમાં ૧૦થી ૧૨ વર્ષના બાળકો સામેલ હતા. ૧૫૦૦થી વધુ બાળકોએ ભેગા મળીને ૭ ફિલ્મો માટે વોટ કર્યા હતા. આ ફિલ્મો ભારત, ચીન, Âસ્વડન, જર્મની, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સની હતી. ૨૦૧૮માં રિલીઝ થયેલ હિચકી ફિલ્મમાં રાની મુખર્જી એક ટીચરના રોલમાં હતી. ‘યશ રાજ ફિલ્મ્સ’એ ફિલ્મને પ્રોડ્યૂસ કરી હતી.