ભોજપુરી ફિલ્મ ‘કોકા કોલા’માં સની લિયોની ચમકશે

મુંબઈ,
સની લિયોની હાલમાં જે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તે એક ભોજપુરી ફિલ્મ છે. આ ફિલ્મનું નામ કોકા કોલા છે. તેમાં તે દેશી અંદાજમાં જાવા મળશે. જાકે આ પહેલી વખત નથી કે તે દેશી પાત્રમાં નજર આવશે. આ પહેલાં તે ‘એક પહેલી લીલા’માં એકદમ દેશી લૂકમાં નજર આવી હતી. આ ફિલ્મ ‘કોકા કોલા’માટે તે ભોજપુરી શીખી રહી છે. આ ફિલ્મમાં તેનો અંદાજ એવો છે કે જે આ પહેલાં તમે ક્્યારેય નહીં જાયો હોય. આ ફિલ્મ માટે ભોજપુરી શીખતી સની લિયોનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે ભોજપુરીમાં વાત કરતી નજર આવે છે. સનીની ‘કોકા કોલા’ ફિલ્મને ડિરેક્ટર પ્રકાશ ટેટીકે ડિરેક્ટ કરી રહ્યાં છે. જ્યારે આ ફિલ્મને પ્રોડ્યુસ મહેન્દ્ર ધારીવાલ, પરમાદીપ સિંહ સાંધૂ અને ચિરાગ ધારિવાલ કરશે. સૂત્રો મુજબ ‘કોકા કોલા’ ફિલ્મના આ પ્રોડ્યુસર પર છેતરપિંડીના ઘણી અરજીઓ પડી છે. જ્યારે મહેન્દ્રા ધારીવાલ પર આરોપ છે કે તે પોતાની ફિલ્મી પ્રોજેક્ટ માટે ફાઇનાÂન્સયર પાસેથી પૈસા લઈને ચૂકવતા નથી.