આલિયા અને વરુણ ‘દુલ્હનિયા’ના ત્રીજા ભાગમાં જાવા મળે તેવી અટકળો

મુંબઈ,
‘દુલ્હનિયા’ સીરિઝની બે ફિલ્મ્સ-‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદરીનાથ કી દુલ્હનિયા’માં આલિયા ભટ્ટ અને વરુણ ધવનની જાડી જાવા મળી હતી. તેઓ બંને ‘દુલ્હનિયા’ સીરિઝના ત્રીજા ભાગ માટે કામ કરવા માટે આતુર છે. એટલે જ વરુણ ધવન તેની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩ડી’ માટે શૂટિંગ કમ્પ્લીટ કર્યા બાદ પ્રોડ્યૂસર કરણ જાહરને મળ્યો હતો કે જેણે ‘દુલ્હનિયા’ સીરિઝની બે ફિલ્મ્સને પ્રોડ્યૂસ કરી હતી. શશાંક ખૈતાને બંને ફિલ્મ્સને ડિરેક્ટ કરી હતી. એક સોર્સે કહ્યું હતું કે, ‘ત્રીજા પાર્ટ માટે આમ તો ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે, પરંતુ કરણ સાથે આ સંબંધમાં બે મીટિંગ થઈ હોવાથી હવે આ વાત પાક્કી માનવામાં આવી રહી છે.’