કાજલ અગ્રવાલને મળવાના ચક્કરમાં એક ફેન સાથે ૬૦ લાખની છેતરપિંડી થઇ

મુંબઈ,
‘સિંઘમ’ ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તમિળ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર છે. સેલેબ્રિટીઝના ડાઇ હાર્ડ ફેન્સ ઘણા હોય છે જે તેમને મળવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલને મળવાની લાલચમાં એક ફેન ૬૦ લાખ રૂપિયાથી હાથ ધોઈ બેઠો છે. કાજલ અગ્રવાલને મળવાના સપના જાતા તેના આ ડાઇ હાર્ડ ફેન સાથે ૬૦ લાખ રૂપિયાનો ફ્રોડ થયો છે. આખી વાત એમ છે કે, તામિલનાડુના રામનાથપુરમનો એક છોકરો કાજલ અગ્રવાલને ખૂબ પસંદ કરે છે. તે તેની ફેવરિટ હીરોઇનને મળવા માટે એટલો બધો ઉત્સુક હતો કે તે અંતે એક ઓનલાઇન ફ્રોડ કરનારની માયાજાળમાં ફસાઈને છેતરાઈ ગયો. તેને એવું જણાવવામાં આવ્યું હતું કે તેની મિટિંગ કાજલ અગ્રવાલ સાથે કરાવવામાં આવશે. રિપોર્ટ મુજબ, ફેને પહેલા ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા તેમને અને તેની પર્સનલ ડિટેલ્સ શેર કરી. જ્યારે મિટિંગ ન થઇ ત્યારે તેમણે આ છોકરાને વધુ પૈસા ચૂકવવા માટે કહ્યું અને તેણે વધુ પૈસા ચૂકવ્યા. તેણે ત્રણ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ટોટલ ૬૦ લાખ રૂપિયા ચૂકવ્યા. મહિનાઓ પછી પણ જ્યારે મિટિંગ ન થઇ ત્યારે તેને સમજાઈ ગયું કે તેની સાથે છેતરપિંડી થઇ છે. આ ઘટના બાદ તે એટલો બધો ચિંતામાં આવી ગયો કે તે ઘર છોડીને ભાગી ગયો. પોલીસને તે કોલકાત્તામાં મળ્યો. પોલીસે જ્યારે તેની પૂછતાછ કરી ત્યારે તેણે શ્રવણકુમાર નામના પ્રોડ્યૂસરનું નામ જણાવ્યું. તેની હાલ ધરપકડ કરી લેવાઈ છે.