હું ફરી એકવાર કેમેરાનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર છુંઃ રિષી કપૂર

મુંબઇ,
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રીષિ કપૂર કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતાં. ૧૦ મહિનાથી કામ તથા દેશથી દૂર રહ્યાં બાદ રીષિ કપૂર હવે ઠીક થઈને કમબેક કરવાના છે. હાલમાં જ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કÌšં હતું કે તે પૂરી રીતે ઠીક છે અને એક વાર ફરી કેમેરાનો સામનો કરવા માટે તૈયાર છે. રીષિ કપૂરે કહ્યું હતું કે તેમને કામની ઘણી જ યાદ આવે છે. તેઓ છેલ્લાં ૪૫ વર્ષથી કામ કરી રહ્યાં છે અને પહેલી જ વાર કરિયરમાં આટલો લાંબો બ્રેક લીધો છે. હવે પરત ફરવાનો સમય આવી ગયો છે. આ બ્રેક દરમિયાન તેઓ પહેલાં કરતાં વધુ કામ માટે તૈયાર થઈ ગયા છે. તેમની બેટરી પૂરી રીતે ચાર્જ છે અને તેઓ જલ્દીથી કેમેરાનો સામનો કરવા માગે છે. બસ એ જ આશા છે કે તે એક્ટિંગ કરવાનું ભૂલી ના ગયા હોય. સારવાર દરમિયાન તેમને નવું લોહી ચઢાવવામાં આવતું હતું. આ સમયે તે પત્ની નીતુ સિંહને એમ જ કહેતા કે નવા લોહીને કારણે તે એક્ટિંગ કરવાનું ભૂલી ના જાય. હાલમાં તેમને ખ્યાલ નથી કે ચાહકો બીજીવાર તેમનો સ્વીકાર કરશે કે નહીં.