આર્ટિકલ ૩૭૦ હટાવવા બદલ પાયલ રોહતગીએ પીએમનો આભાર માન્યો

મુંબઈ,
સોશિયલ મીડિયા પર તેનાં ટિવટ્સને કારણે ચર્ચામાં રહેનારી પાયલ એક વખત ફરી મેદાનમાં છે. આ વખતે તેણે આર્ટિકલ ૩૭૦ હટવાનાં વધામણા આપ્યા છે. પાયલે આ માટે એક નહીં બે વીડિયો શેર કર્યા છે. એક વીડિયો મહાકાલનો છે. જેમાં તેનો શ્રૃંગાર દર્શાવવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ઈંઆર્ટીકલ ૩૭૦ હટવાની તમામ દેશવાસીઓને વધામણી.. આ ટિવટને આશરે ૪૦ મીનિટ બાદ પાયલે બીજા વીડિયો શેર કર્યો હતો. બીજા વીડિયોમાં પાયલ પોતે નજર આવે છે. તે સીધી કેમેરા પર આવે છે અને કહે છે.. નમસ્કાર હું પાયલ રોહતગી અને આજે આપ સૌની સાથે આ માહિતી શેર કરવા ઇચ્છુ છુ કે, આર્ટિકલ ૩૭૦ હટી ગયો છે. અમારા દેશનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ આર્ટિકલ પર હસ્તાક્ષર કરી દીધા છે. પાયલે કહ્યું કે, તેમણેઆમ કરીને ઇતિહાસ રચી દીધો છે. મહાન દલિત નેતા જે આપણાં દેશનાં રાષ્ટ્રપતિ છે તેમણે એ કામ કર્યુ છે આ માહિતી ગૃહ મંત્રી અમિત શાહજીએ સદનમાં આપ્યો હતો. આ વિશે વાત કરતાં પાયલે પીએમ કરી સત્તા માટે લાવવા માટે દેશવાસીઓનો પણ આભાર માન્યો હતો.