‘નીરજા’ ફેમ ડિરેક્ટર માધવાનીની ફિલ્મમાં કાર્તિક આર્યન જાવા મળશે

મુંબઈ,
‘સોનુ કે ટિટૂ કી સ્વીટી’ અને ‘લુકા છુપી’ એમ બેક ટુ બેક બે હિટ ફિલ્મ્સ આપ્યા બાદ ‘આજ કલ’નો એક્ટર કાર્તિક આર્યનની બોલિવૂડમાં ડિમાન્ડ વધી ગઈ છે. આ એક્ટરે રિસન્ટલી ‘દોસ્તાના ૨’ અને ‘ભૂલ ભુલૈયા ૨’ સાઇન કરી છે. હવે તે ‘નીરજા’ ફેમ ડિરેક્ટર રામ માધવાનીની સાથે હાથ મીલાવશે. કાર્તિકની નજીકના એક સોર્સે જણાવ્યું હતું કે, આ એક્ટર કેટલાક આઇડિયાઝ વિશે ચર્ચા કરવા માટે રિસન્ટલી અનેક વખત માધવાનીને મળ્યો હતો. તેમણે બંનેએ એક સબ્જેક્ટ ફાઇનલ કર્યો હોવાનું જણાય છે. રામ આ સબ્જેક્ટને ડેવલપ કરી રહ્યા છે. જા બધું પ્લાનિંગ મુજબ રહ્યું તો કાર્તિક આ ફિલ્મમેકરની સાથે પહેલી વખત કામ કરશે. આ સોર્સે કહ્યું હતું કે, ‘રામ માધવાની કાર્તિકની આ પહેલાંની ફિલ્મ્સમાં તેની કામગીરીથી ખૂબ ઇમ્પ્રેસ થયા છે. આ જ કારણે તેઓ પોતાની આગામી ફિલ્મમાં આ સ્ટારની સાથે કામ કરવા માટે આતુર છે. કાર્તિકનો રામ માધવાની દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હતો ત્યારે તે ખૂબ જ રોમાંચિત થયો હતો. તેને ‘નીરજા’ ગમી હતી અને તેણે અનુભવ્યું હતું કે, એના ડિરેક્ટરની સાથે કામ કરવાની તક તેણે ગુમાવવી ન જાઈએ.’