૩૭૦ પર અનુરાગ કશ્યપે કહ્યું – ‘એક વ્યક્તિને લાગે છે તે જે કરે એ સાચું જ છે’

મુંબઈ,
કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારના આ નિર્ણયની દેશવાસીઓએ વધાવી લીધો છે. જાકે, કેટલાંક લોકોએ આ નિર્ણય પ્રત્યે નારાજગી પ્રગટ કરી છે. બોલિવૂડના જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે સરકારના કાશ્મીર નિર્ણય બાદ પીએમ મોદીનું નામ લીધા વગર નિશાન સાંધ્યું છે. અનુરાગે કાશ્મીરને લઈ પોતાની મૂંઝવણ પણ રજૂ કરી છે. અનુરાગ કશ્યપની ટ્વીટ પરથી ખ્યાલ આવે છે કે ડિરેક્ટર સરકારના નિર્ણયનો વિરોધ નથી કરતાં પરંતુ જે રીતે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી તેમને ડર લાગે છે. મોડી રાત્રે અનુરાગે કાશ્મીરને લઈ ત્રણ ટ્વીટ કરી હતી. અનુરાગે લખ્યું હતું, ખબર છે ડરામણી વાત શું છે? એક વ્યક્તિ એમ વિચારે છે કે ૧,૨૦૦,૦૦૦,૦૦૦ લોકોના લાભ માટે શું સારું છે, તેને ખ્યાલ છે કે તેને પોતાની શક્તિનો ઉપયોગ કરવાની પરવાનગી છે. આ ટ્વીટમાં અનુરાગે પીએમ મોદીનું નામ લીધા વગર જ વાત કરી છે.