‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની રિમેકમાં પરિણીતી એમિલી બ્લન્ટનું પાત્ર ભજવશે

મુંબઈ,
રાઇટર પાલા હોકિન્સની બેસ્ટ સેલર બુક ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ પરથી હિન્દી ફિલ્મ બનવાની છે. આ બુક પરથી હોલિવૂડમાં પણ ફિલ્મ બની છે. હવે આની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા એમિલી બ્લન્ટના રોલમાં જાવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલાં જ લંડનમાં શરૂ થયું છે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટમાં કીર્તિ કુલ્હારી અને અદિતિ રાવ હૈદરી પણ સામેલ થયાં છે. આ ફિલ્મને રિભુ દાસગુપ્તા ડિરેક્ટ કરવાના છે જ્યારે ‘રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ’ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. કીર્તિ કુલ્હારી આ ફિલ્મમાં આલિયા શેરગિલ નામની બ્રિટિશ પોલીસ ઓફિસરના રોલમાં જાવા મળશે. તેણે કિકબોÂક્સંગની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. ટ્રેનિંગથી તેને પોલીસ જેવી બોડી લેંગ્વેજ કેળવવામાં મદદ મળશે. તે હાલ ડોક્યુમેન્ટ્રીસ અને મર્ડર મિસ્ટ્રીસ જુએ છે જેથી તે યુકેની ઈન્વેસ્ટિગેશનની સ્ટાઇલ સમજી શકે. કૃતિ તેની ફિલ્મ ‘મિશન મંગલ’ રિલીઝ થયા બાદ ૧૫ ઓગસ્ટના રોજ શૂટિંગ માટે લંડન રવાના થશે. ફિલ્મમાં પરિણીતી ચોપરા આલ્કોહોલિક ડિવોર્સીના રોલમાં જાવા મળશે. તે એક મિસિંગ વ્યક્તના ઈન્વેસ્ટિગેશનમાં ઇન્વોલ્વ થાય છે. ફિલ્મના ડિરેક્ટર બુક પરથી જ ફિલ્મ બનાવશે જેથી તે કેરેક્ટર્સને પૂરતો ન્યાય આપી શકે.