ઋતિક રોશનના નાના અને ડાયરેક્ટર જે. ઓમ પ્રકાશનું નિધન

મુંબઈ,
આપ કી કસમ, અર્પણ, આખિર કહ્યુંઅને આપ કી કમસ જેવી પ્રખ્યાત ફિલ્મો બનાવનારા વેટરન ફિલ્મનિર્માતા જે. ઓમ પ્રકાશનું ૯૩ વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમણે મુંબઇમાં બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. જે. ઓમપ્રકાશના અંતિમ સંસ્કાર બપોરે ૧૨.૩૦ વાગ્યે પાર્લે(વેસ્ટ) સ્થિત શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા. અહીંયા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સહિતા બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. જે ઓમપ્રકાશની પુત્રી પિંકીના લગ્ન રાકેશ રોશન સાથે થયા હતા અને તેઓ ઋતિક રોશનના નાના છે. એક્ટર દીપક પારાશરે આ જાણકાર સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે લખ્યું હતું કે, મિસ્ટર જે ઓમ પ્રકાશનું થોડા કલાકો પહેલા જ નિધન થઇ ગયું છે. આ દુઃખદ ખબર છે. હવે તેઓ સ્વર્ગમાં મારા મામા મિસ્ટર મોહન કુમાર સાથે રહેશે. તેમનું યોગદાન ભારતીય સિનેમા માટે એક ભેટ સમાન છે. અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે સવારે જે. ઓમપ્રકાશજીનું નિધન થયું છે. તેઓ ખૂબ જ સારા હતા. મારા પાડોશી…ઋતિક રોશનના નાના. દુઃખદ.. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના.