‘આર્ટિકલ ૩૭૦’ પર ફિલ્મ બનાવવા ફિલ્મ મેકર્સમાં પડાપડી

મુંબઈ,
ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી, જે બાદ તરત જ બોલિવૂડના પ્રોડ્યુસર્સ ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશન, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ફિલ્મ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલની ઓફિસોમાં ચક્કર લગાવવા લાગ્યા હતા. જેથી તે સૌથી પહેલાં ફિલ્મનું ટાઈટલ રજિસ્ટર કરાવી શકે. એર સ્ટ્રાઈકથી એક મહિના પહેલાં જ ઉરી ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. આ ફિલ્મની સફળતા બાદ પ્રોડ્યુસર્સે પુલવામાઃ ધ ડેડલી એટેક, સર્જિકલ સ્ટ્રાઈક ૨.૦, બાલાકોટ અને પુલવામા એટેક જેવા ટાઈટલ તરત જ રજિસ્ટર કરાવી લીધા હતા. આ ઉપરાંત એક મોટા ફિલ્મ મેકરે પાકિસ્તાનની કેદથી છૂટીને આવનાર એરફોર્સના અભિનંદન વર્ધમાન ઉપર પણ ટાઈટલનો દાવો ઠોકો દીધો હતો. હવે કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ને હટાવી લીધા બાદ પણ પ્રોડ્યુસર્સની આવી જ પ્રતિક્રિયા જાવા મળી. છેલ્લા ૨ દિવસોમાં અલગ હિન્દી ફિલ્મ સંસ્થાનોમાં તેના સંબંધિત ૫૦થી પણ વધારે ટાઈટર રજિસ્ટર થઈ ચૂક્યા છે. એક સુત્રએ જણાવ્યું કે, ફિલ્મ આર્ટિકલ ૧૫ની સફળતા બાદ આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫એ જેવા ટાઈટલ ફિલ્મ મેકર્સની પહેલી ચોઈન બનેલાં છે. અને તેના સંબંધિત ૨૫-૩૦ એપ્લિકેશન પણ મળી છે.