શાહરૂખ ખાનને મેલબોર્ન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટનું સમ્માન મળ્યું

મુંબઈ,
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને ભારતમાં જ નહીં પણ દેશ-વિદેશની પણ ઘણી સંસ્થાઓ દ્વારા પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આ વખતે મેલબોર્નની લા ટ્રોબ યુનિવર્સિટીએ તેને માનદ ડોક્ટરેટની ડીગ્રીથી સમ્માનિત કર્યો છે. આ સમ્માન તેને હજારો ફેન્સની સામે માનવતા દાખવવાના પ્રયાસો કરવા બદલ આપવામાં આવ્યું છે. ૧૦માં મેલબોર્ન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. આ સમ્માન મળ્યા બાદ શાહરૂખે કહ્યું ‘લા ટ્રોબ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી દ્વારા સમ્માન મળ્યા બાદ હું પોતાની જાત માટે ગર્વ અનુભવું છું. આ યુનિવર્સિટીનો ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ સંબંધ રહેલો છે અને આ યુનિવર્સિટી મહિલાઓને સમાન અધિકાર અપાવવા માટે અવાજ ઉઠાવી ચૂકી છે.’